શું એક વિકલાંગ છોકરી દોડી શકે ખરી? એક વખત અચૂક વાંચજો આ સત્યઘટના
છોકરી હતી જેને ચાર વર્ષની ઉંમરમાં પોલીયો થઈ ગયો. અને તે વિકલાંગ થઈ ગઈ. એને પોતાની માં ને પુછ્યુ, “શું હું સૌથી ઝડપી દોડી શકું?”
ત્યારે મા એ જવાબ આપ્યો કે, “ઈશ્વર પર વિશ્વાસ, મહેનત અને લગન થી તુ જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે.”
પછી તેને પોતાના કેલિપર્સ ઉતારીને ચાલવાની કોશિશ કરી, તે જ્યારે કેલીપર્સ વગર ચાલે ત્યારે ચોટ લાગતી, પરંતુ તેણે હિંમત હારી નહીં. જે પણ લાગતી તેનું દર્દ સહન કરતી અને એક પછી એક કોશિશ કરતી રહેતી.
આખરે બે વર્ષ પછી કેલિપર કે બીજા કોઈ સહારા વગર તે ચાલવા માટે સફળ થઈ ગઈ.
પછી તે મહેનત કરતી ગઈ અને ધીમે ધીમે પોતાના શરીરને પોતાના ધ્યેય ની જેમ મજબૂત બનાવતી ગઈ, પોતાની અથાગ મહેનત પછી તેને આખરે ઓલમ્પિકમાં ભાગ લેવાનો મોકો મળ્યો.