વિમાનમાં મારી બાજુની સીટના વ્યક્તિના બંને હાથ નથી, મને બીજી સીટ આપો. પછી એરહોસ્ટેસે જે કર્યુ તે દિલને ટચ કરી દેશે
એક અતિ સુંદર સ્ત્રીએ વિમાનમાં પ્રવેશ કર્યો અને પોતાની સીટની શોધમાં તે આમતેમ જોવા લાગી.
તેને જોયું કે તેની સીટ એક એવા વ્યક્તિ ની બાજુમાં છે જેના બંને હાથ જ નથી.
આથી સ્ત્રી ને તે માણસની બાજુમાં બેસવામાં થોડી શરમ આવી,
આથી એ ‘સુંદર’ સ્ત્રીએ એરહોસ્ટેસને બોલાવી અને કહ્યું કે હું આ સીટ ઉપર સુવિધા પૂર્વક યાત્રા નહીં કરી શકું…
અને સાથે એવું પણ કહ્યું કે એનું કારણ એ છે કે મારી બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠા છે તેના બંને હાથ નથી.
આથી એ સુંદર સ્ત્રીએ એરહોસ્ટેસને સીટ બદલવા માટે આગ્રહ કર્યો, એર હોસ્ટેસને પણ આ વર્તન તદ્દન અજુગતું લાગ્યું.
છતાં પણ તેને કહ્યું કે મેડમ શું તમે મને કારણ જણાવી શકો છો?
સુંદર મહિલાએ જવાબ આપ્યો કે હું એવા લોકો ને પસંદ નથી કરતી, આથી હું એવા વ્યક્તિઓ પાસે બેસીને યાત્રા નહીં કરી શકું.
દેખાવે ભણેલી-ગણેલી અને વિનમ્ર લાગતી હોવા છતાં તે સ્ત્રીના મોઢે આ વાત સાંભળીને એરહોસ્ટેસ અચંબિત રહી ગઈ.
મહિલા એક વખત ફરીથી એરહોસ્ટેસને થોડું વજન લઈને કહ્યું કે, હું આ સીટ ઉપર બેસી શકું એમ નથી આથી મને કોઈ બીજી સીટની વ્યવસ્થા કરાવો.
એરહોસ્ટેસ હવે ખાલી સીટની શોધમાં બધી બાજુ જોવા લાગી, પરંતુ કોઈ પણ સીટ ખાલી દેખાય નહીં.
એરહોસ્ટેસને મહિલાએ કહ્યું મેડમ આ ઇકોનોમી ક્લાસમાં હવે કોઈ સીટ ખાલી નથી, પરંતુ યાત્રીઓની સુવિધા માટે તેનું ધ્યાન રાખવું તે અમારું દાયિત્વ બને છે.