વિમાનમાં મારી બાજુની સીટના વ્યક્તિના બંને હાથ નથી, મને બીજી સીટ આપો. પછી એરહોસ્ટેસે જે કર્યુ તે દિલને ટચ કરી દેશે
આથી હું વિમાનના કપ્તાન સાથે વાત કરીને તમને જણાવું છું, માફ કરીને થોડા સમય સુધી તમે ધીરજ રાખો. આવું કહીને તે એરહોસ્ટેસ ત્યાંથી જતી રહી.
થોડા સમય પછી એરહોસ્ટેસ પાછી આવી અને તે સ્ત્રીને જણાવ્યું કે મેડમ તમને જે અસુવિધા થઈ રહી છે તેના માટે તમને ખૂબ જ ખેદ છે.
આ વિમાનમાં માત્ર એક સીટ ખાલી છે જે ફર્સ્ટ ક્લાસ માં છે, મેં અમારી ટીમ સાથે વાત કરીને અમે એક અસાધારણ નિર્ણય લીધો છે. અમારી કંપનીના ઇતિહાસમાં પહેલી વખત કોઈક ઇકોનોમી ક્લાસમાં સફર કરી રહેલા મુસાફરને ફર્સ્ટ ક્લાસમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે.
આટલું સાંભળીને પેલી સુંદર સ્ત્રી એકદમ પ્રસન્ન થઈ ગઈ, પરંતુ હજુ તો તે કંઇ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે અથવા કોઈ એક શબ્દ બોલી શકે ત્યાં સુધીમાં એરહોસ્ટેસ તે મહિલા ની બાજુની સીટ ઉપર રહેલા વ્યક્તિ પાસે ગઈ અને વિનમ્રતા પૂર વખતે ને પૂછ્યું,
“ સર, શું તમે ફર્સ્ટ ક્લાસમાં જઈ શકશો? કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે એક અશિષ્ટ યાત્રી સાથે મુસાફરી કરીને પરેશાન થાઓ…”
આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા મુસાફરોએ તાળીઓ વગાડીને આ નિર્ણયનો સ્વાગત કર્યું… અને સાથે સાથે પહેલી અતિ સુંદર દેખાવા વાળી સ્ત્રી હવે શરમથી નજરો પણ ઉઠાવી શકી ન હતી.
ત્યારે પેલા હાથ ગુમાવી ચૂકેલા વ્યક્તિએ ઉભા થઈને કહ્યું કે હું એક ભૂતપૂર્વ સૈનિક છું. અને મને એક ઓપરેશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં મારે મારા બંને હાથ ગુમાવી પડ્યા હતા.
સૌથી પહેલા, મેં જ્યારે આ મહિલાની વાત સાંભળી ત્યારે વિચારી રહ્યો હતો કે મેં પણ કેવા લોકો ની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારા હાથ ગુમાવી દીધા?
અને માત્ર આટલું કહીને તે ફર્સ્ટ ક્લાસમાં ચાલ્યા ગયા.
સુંદર મહિલા આખી અપમાનિત થઈને ત્યાં માથુ નમાવીને સીટ પર બેસી ગઈ.
કહેવાય છે કે જો વિચારો માં ઉદારતા ન હોય તો આવી સુંદરતાનું કોઈ મૂલ્ય નથી, આ સ્ટોરી પોસ્ટ કરીને આશા રાખીએ છીએ કે તમને પણ આ સ્ટોરી ખુબ જ પસંદ આવી હશે.
તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર થી જણાવજો.