Site icon Just Gujju Things Trending

ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે ચંદ્ર પર ઊતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન થી સંપર્ક તૂટવાને કારણે ઈસરોસહિત દેશના દરેક નાગરિકો નિરાશ થયા હશે, અને ત્યાર પછી દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ પણ થયું હશે કારણકે જે મહેનત ISRO નાના વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન ને ત્યાં સુધી લઈ જવામાં કરી હશે તેને લઈને દરેક લોકો ગર્વ અનુભવે છે.

પ્રધાનમંત્રી મોદીએ પણ વૈજ્ઞાનિકોને સાહસ આપતા કહ્યું હતું કે જીવનમાં ઉતાર-ચઢાવ તો આવ્યા રાખે છે, આપણે બસ સાહસ રાખવાની જરૂર છે. ઓલ ધ બેસ્ટ.

ચંદ્રયાન-2 ના લેન્ડર સાથે સંપર્ક તૂટ્યા પછી ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી, તેમાં દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેને ટ્વિટરમાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. ઈસરો નો માત્ર લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો છે, 1.3 અરબ ભારતીયોની ઉમ્મીદ નહીં. ઓર્બિટર પોતાના પે-લોડ સાથે હજુ પણ કામ કરી રહ્યું છે.

તેઓએ આવી વાત કરતા, દરેક લોકોએ તેની પ્રતિક્રિયા માં આશા દાખવી હતી અને ઘણા વપરાશકર્તાઓએ લખ્યું હતું કે આશા રાખીએ છીએ કે ફરીથી સંપર્ક ચાલુ થઈ જાય.

ઉપરાષ્ટ્રપતિએ બીજી ટ્વિટ પણ કરી હતી જેમાં તેઓએ ઈસરોના વખાણ કરીને જણાવ્યું હતું કે દેશને તેની ઉપર ગર્વ છે તેમજ તેને શુભેચ્છાઓ પણ આપી હતી, જુઓ નીચેની ટ્વીટ.

તેઓએ લખ્યું હતું કે ઇસરોના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ચંદ્રયાન-૨ સાથે જોડાયેલા દરેક લોકો ને space exploration માં નવા મોરચા ઉપર વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસ માટે તેમજ તેની કડી મહેનત તેમજ પ્રતિબદ્ધતાને કારણે હું તેઓને સલામ કરું છું. ત્યાર પછી તેઓ આગળ લખ્યું હતું કે દેશને ઈસરો ઉપર ખુબ જ ગર્વ છે. ત્યાર પછી તેઓએ ઈસરોને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપી હતી.

જણાવી દઈએ કે ચંદ્રયાન-૨ ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર પર ઊતરતી વખતે 2.1 કિલોમીટરની ઊંચાઇ પર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

પરંતુ ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, એમાં ઘણા લોકો એવું પણ કહ્યું હતું કે માત્ર સંપર્ક તૂટ્યો છે પરંતુ સંકલ્પ તૂટ્યો નથી. સાહસ હજુ એમનું એમ જ છે. અને દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version