વેવાઈ કહે છે હવે આ વર્ષે લગ્ન ન કર્યા તો હું સંબંધ તોડી નાખીશ, ત્યારે દીકરીના પિતાએ જવાબ આપતા કહ્યું…
જીવનમાં સારા ખરાબ સમયે જો કદાચ ઘરના પણ આપણો સાથ ન આપતા હોય ત્યારે જો આપણા જીવનમાં સાચો મિત્ર આપણી સાથે હશે તો એ આપણી પડખે હંમેશા માટે ઊભો રહેશે. કોઈએ સાચું જ કહ્યું છે કે તમારી સાથે હંમેશા બે પ્રકારના લોકો હોવા જ જોઈએ કે એક કૃષ્ણ જેવા જે તમારા માટે ના રડે તો પણ તમારી જીત પાકી કરી નાખે અને બીજા કર્ણ જેવા જે તમારી માટે ત્યારે પણ લડે જ્યારે તમારી હાર સામે જોઇ શકાતી હોય. કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે આપણા જીવનમાં સાચો મિત્ર જીવનના દરેક સંજોગોમાં એ અવસ્થામાં તે આપણી સાથે હોય છે.
એક ગરીબ માણસ હતો જેને સંતાન એકની એક દીકરી હતી. નાનપણથી તેને ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. મોટી થયા પછી દીકરી માટે જોવાનું પણ ચાલુ કર્યું, અને વ્યવસ્થિત જગ્યાએ નક્કી કર્યા પછી સગાઇ નક્કી કરી નાખી. થોડા સમય પછી વેવાઈ પક્ષના લોકો દીકરીના લગ્ન સમજવા માટે આવે છે.
એટલે તે જ્યારે આવે છે ત્યારે બપોરે તેને ખૂબ જ પ્રેમથી જમાડે છે અને પછી દીકરીનો બાપ સામા પક્ષને એટલી વિનંતી કરે છે કે મારે દીકરીને થોડી વસ્તુઓ આપવી છે પરંતુ હમણાં સગવડતા નથી તો તમે એક વર્ષ સુધી લગ્ન મોકૂફ રાખો.
એટલે તરત જ સામા પક્ષે વાળા પૂછે છે કે જો તમે કહેતા હોય તો અમે તમને થોડો ટેકો પણ આપી શકીએ છીએ. આ વાત સાંભળીને દીકરીનો બાપ તરત જવાબ આપતાં કહે છે કે જો હું દીકરી નો રૂપિયો લઉ તો એ મને કોઈ દિવસ પચે નહીં, મારી જિંદગીમાં પણ મારા દીકરી ના ઘરનો પૈસા લેવાય નહીં.
એ માણસનો સ્પષ્ટપણે માનવું હતું કે જો દીકરી ના ઘરનો પૈસો લઈએ તો નરકમાં પણ મને સ્થાન નહીં મળે.
આટલું સાંભળ્યા પછી આવેલા મહેમાનને કહ્યું કે તમે ત્રણ ત્રણ વર્ષથી લગ્ન પાછળ ઠેલ્વો છો પણ જો આ વર્ષે પણ લગ્ન ઠેલવ્યા તો હું સંબંધ તોડી નાખીશ. આ સાંભળીને દીકરીના બાપ ના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે અને તે આજીજી કરે છે કે સંબંધનો તોડતા, અને પછી પંડિત ને બોલાવીને તે દીકરીના લગ્ન નક્કી કરી નાખે છે.
મહેમાન લગ્ન લઇને રવાના થઇ જાય છે, પરંતુ આ બાજુ દીકરીના બાપને એક રાત પણ નીંદર આવતી નથી તે કાયમ વિચારોમાં પડ્યો રહે છે કે ઘરમાં ફુટી કોડી નથી અને એવામાં જો ટૂંક સમયમાં પ્રસંગ આવી રહ્યો છે તો મારી દીકરી નો પ્રસંગ કેમ સાચવીશ. અને તે આવું વિચારીને સુવાની કોશિષ કરે છે પણ કોઈ કાળે તેને નિંદર આવતી જ નથી. અને તેની દીકરી નો પ્રસંગ કઈ રીતે સાચવશે તેના વિચારમાં જ તે ખોવાયેલો રહે છે.
અચાનક તેને યાદ આવે છે કે તેનો એક મિત્ર છે તે તેની પાસે પૈસા માગી શકે છે પરંતુ ફરી પાછો પોતે ને પોતે એમ વિચારે છે કે જો મેં કોઈ દિવસ એ મિત્ર પાસેથી કોઈ જ વસ્તુ માંગી નથી અને કદાચ હું તેની પાસે જઈને પૈસા માંગું તો પૈસાને કારણે કદાચ અમારી મિત્રતા તૂટી જાય તે પોસાય નહીં.
તેના મનમાં આ વિચાર પણ સતત ઘુમરાયા કરે છે, અંતે તે બધા વિચારો પડતા મૂકીને એમ વિચારે છે કે હું મિત્રના ઘરે ગમે ત્યારે જઈ શકું છું. કારણ કે અમારી મિત્રતા તો ખૂબ જ ગાઢ છે. અંતે મન મક્કમ કરીને તે તેના મિત્રના ઘરે જવા રવાના થાય છે.