વેવાઈ કહે છે હવે આ વર્ષે લગ્ન ન કર્યા તો હું સંબંધ તોડી નાખીશ, ત્યારે દીકરીના પિતાએ જવાબ આપતા કહ્યું…
મિત્ર ના ઘરે પહોંચીને તરત જ તે બધાને નમસ્કાર કરે છે, તેના મિત્રને તરત જ ખબર પડે છે કે તેનો મિત્ર મળવા આવ્યો છે. અને રાત્રિના અંદાજે ૧૨ વાગ્યાનો સમય થયો હતો એટલે મિત્ર ને પણ થોડું આશ્ચર્ય થાય છે કે આ મોડો કેમ આવ્યો છે. પેલો માણસ ત્યાં બેઠો છે પરંતુ પોતે ત્યાં પૈસા માંગવાના કારણથી ગયો હોવાથી તેને ખૂબ જ શરમ આવે છે અને શરમના માર્યા તે માણસ ઊંચું પણ જોઈ શકતા નથી. એ દીકરીના ના પિતા ને આંખમાંથી અશ્રુધારા પણ વહી જાય છે પરંતુ તે મોઢામાંથી કંઈ બોલી શકતો નથી.
પણ મિત્ર તરત જ સ્થિતિ ને પારખી લે છે અને તેના મિત્રને પૂછે છે કે તું તો આવા સમયે કોઈ દિવસ આવતો નથી આજે આવ્યો છે, શું કારણ છે? પેલા માણસ થી કઈ જવાબ ન મળતા તે ફરી પાછો પૂછે છે કે તારે શું તકલીફ છે તે મને જણાવ. અને જો તકલીફ ન જણાવે તો તને આપણી આ મિત્રતા ના સમ છે.
ત્યારે પેલો દીકરીના પિતા કહે છે કે આજે મહેમાન આવ્યા હતા. વાહ સરસ એ તો સારું કહેવાય, મિત્ર તેને જવાબ આપે છે. દીકરીના પિતા કહે છે કે આજે લગ્ન લખી આપ્યા. યાર મિત્ર તેને જવાબ આપે છે કે એ તો ખુબ જ સરસ વાત કહેવાય હવે તું મને એ કહે કે તારે શું કામ છે?
ત્યારે દીકરીના લાચાર પિતા એટલું કહે છે કે જો તને તારા આ મિત્ર ઉપર ભરોસો હોય તમને ખાલી એક લાખ રૂપિયા આપ હું દૂધે ધોઈને વહેલામાં વહેલી તકે તને તારા પૈસા પાછા આપી દઈશ.
ત્યારે મિત્રો તને જવાબ આપે છે કે ખાલી આ કામ માટે તું મને આવું કહી રહ્યો છે. તેની સાથે વાત કરતા કરતા તે પત્નીને રૂપિયા લઈ આવવાનું કહે છે.
પૈસા દીકરીના પિતા ના હાથમાં સોંપીને તે કહે છે તારી અનુકુળતા હોય તો જ પાછા આપજે, નહીતર હું પણ એમ સમજી લઇશ કે મેં મારી દીકરી ને આપ્યા હતા! અને જો તું કોઈ પણ વાતની ચિંતા ન કરતો હું કોઈપણ ને કહીશ નહીં કે મેં તને આ રૂપિયા આપ્યા છે. અને હજુ તો તારે વધારે રૂપિયાની જરૂર હોય અને ન લેવા આવે તો ફરી પાછા તને આપણી મિત્રતા ના સમ છે આટલી વાત યાદ રાખજો.
પૈસા લઈને દીકરીના પિતા ત્યાંથી નીકળી જાય છે. થોડીવાર પછી તેનો મિત્ર ઘરમાં રડવા માંડે છે. તેના પતિને આમ અચાનક રડતા જોઈને પત્ની આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે તમે શું કામ કરો છો, તમે પૈસા તો આપી દીધા. અને ચિંતા માત્ર એ જ છે ને કે પાછા આવશે કે કેમ?
ત્યારે તેનો પતિ તેને જવાબ આપે છે કે પાછા આવે કે નહીં તેની કોઈ જાતની ચિંતા નથી, પરંતુ અમે બંને મિત્રો આટલા વર્ષો જૂનો સંબંધ હોવા છતાં, અને હાલતા ને ચાલતા અમે એકબીજા સાથે મળીએ છીએ તેમ છતાં હું તેની પરિસ્થિતિને ઓળખી ન શક્યો તેનું મને દુઃખ થાય છે. મારે સામે ચાલીને તેને મદદ કરવા જવું જોઈએ. અને એની જગ્યાએ તે મારા ઘરે આવીને માંગે એના આંસુ મને આવે છે. પોતાના પતિ આજે એક સાચા મિત્ર તરીકે મિત્રતા નિભાવી હતી, તે સાંભળીને પત્ની અંદરોઅંદર ખુબ જ ખુશ થઇ.
તમને જો આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો, કમેન્ટમાં આ સ્ટોરી ને તમે કેટલા રેટિંગ આપો છો તે પણ જણાવશો.