જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી, સંસદમાં લદ્દાખના સાંસદ જમ્યાંગ સેરીંગ નમગ્યાલ એ પોતાનું દમદાર ભાષણ આપીને આ બિલનો વિરોધ કરવાવાળા લોકો ની બોલતી બંધ કરી દીધી હતી.
અને આ સ્પીચ સાંભળીને દરેક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે દરેક લોકોએ આ સ્પીચ ને ખૂબ જ શેર કરી હતી અધૂરામાં પૂરું પ્રધાનમંત્રી મોદીએ પણ આ સ્પીચ સાંભળી ને એટલા ખુશ થઈ ગયા કે તેઓ ટ્વીટર પર તેની સ્પીચ નો વીડિયો શેર કરીને તેના વખાણ કર્યા હતા અને દરેક વપરાશકર્તાને તેના ભાષણ સાંભળવા માટે કહ્યું હતું.
એવી જ રીતે અમિત શાહે પણ તેના પાછળની શેર કર્યું હતું અને તેના વખાણ કર્યા હતા, ત્યાર પછી સાંસદ નો આ ભાષણ ખૂબ વાયરલ થઇ ગયું હતું. અને ફેસબુક ઉપર તેને એક પછી એક ઘણા લોકો રિકવેસ્ટ પણ મોકલવા માંડ્યા હતા તો ટ્વીટર પર પણ તેના ફોલોવર રાતોરાત ખૂબ જ વધી ગયા હતા.
બુધવારે તો તેઓએ ફેસબુક પર પોસ્ટ કરીને લખવું પડ્યું હતું કે હવે હું વધારે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી શકું એમ નથી, કારણકે facebook માં ફ્રેન્ડ ની લિમિટ 5000 હોય છે. આથી તેઓએ પોતાના ફેસબુક પેજ ની લીંક શેર કરી હતી અને કહ્યું હતું કે આ પેજ ને લાઈક કરીને મારી સાથે જોડાઈ શકો છો.
જણાવી દઈએ કે ટ્વીટર પર હાલ તેના એક લાખ પચાસ હજારથી પણ વધુ ફોલોવર થઈ ચૂક્યા છે જે ગણતરીના દિવસો પહેલા હજારોની સંખ્યામાં હતા.
તેની સ્પીચ તમે ન સાંભળી હોય તો, આ રહ્યો વિડિયો…
તેને તેની સ્પીચ માં વિરોધી પક્ષના નેતાઓને નિશાન બનાવીને ઘણી કોમેન્ટ કરી હતી, તેમજ એવું પણ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ટાર્ગેટ કરીને જણાવ્યું હતું કે આ લોકો પંચાયત ની ચૂંટણીમાં ગાયબ રહે છે અને પોસ્ટ લેવા માટે ચૂંટણી લડવા માટે આવી જાય છે.
માત્ર ૩૪ વર્ષના આ સાંસદ ના ફેન રાતોરાત ખૂબ જ વધી ગયા છે, જણાવી દઈએ કે તેઓએ પોતાની રાજનીતિ ની શરૂઆત ગ્રાઉન્ડ લેવલથી કરી હતી. અને તેઓ 2012માં પહોંચીને તેઓને જિલ્લા કાર્યાલય ના કાર્યાલય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે ઓફિસ ની સૌથી નાની પોસ્ટ હતી.
પરંતુ તેઓએ કહ્યું કે મેં આજે જવાબદારી સ્વીકારી. હું તે બધા ને માટે આવેદનપત્ર લખતો હતો જે કાર્યાલયમાં આવતા હતા, કારણ કે તેઓ સાક્ષર ન હતા અથવા સારી રીતે ભણવા નું જાણતા પણ નહોતા. ધીમે-ધીમે તેઓને પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા અને કામ કરતા કરતા તેઓ આગળ વધતા વધતા બીજેપીના સાંસદ તરીકે આવ્યા હતા.