Site icon Just Gujju Things Trending

31 ડિસેમ્બર પછી આવા ફોન પર થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

પાછલા થોડા વર્ષોમાં વોટ્સએપ એટલું બધું લોકપ્રિય થયું છે કે આજકાલ માણસો ઘણી વખત તેના વ્યસનમાં પણ પડી જતા હોય છે, અને સાથે સાથે વોટ્સએપ એટલું જ ફાયદાકારક પણ સાબિત થયું છે. કારણ કે આપણા દૂર રહેતા સગા વાહલા ઓ સાથે માત્ર આંગળીના ટેરવે વાતો થઇ શકે છે અને એ પણ મફત. આથી પાછલા કેટલાક વર્ષોમાં આ એપ લગભગ દરેક લોકોના ફોનમાં ઇન્સ્ટોલ હોય જ છે, અને સ્માર્ટ ફોન વાપરી રહેલો લગભગ દરેક માણસ આનો ઉપયોગ કરી રહ્યો છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય પણ થઈ શકે અને ખુશી પણ થઈ શકે, પરંતુ વોટ્સએપ 31 ડીસેમ્બર 2018 થી થોડા જુના ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાનો support આપવાનું બંધ કરી રહ્યું છે, એટલે કે આ ફોનમાં હવે વોટ્સએપ ચાલી શકશે નહીં અને એક જાન્યુઆરીથી વોટ્સએપ આવા ફોનમાં બંધ થઈ જશે.

તમને આ સમાચાર સાંભળીને લાગી રહ્યું હશે કે વોટ્સએપ શું કામ આ ફોન પર પોતાનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. જણાવી દઈએ કે વોટ્સએપ એ નોકિયા ના જુના ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જેને S40 તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા હતા તેના પર પોતાનો સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પાછળ કારણ એ છે કે વોટ્સએપ દિવસેને દિવસે પોતાની એપ્લિકેશન માં સુધારો લાવી રહ્યું છે, પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમ માટે તે હવે ફીચર ડેવલોપ કરી શકે તેમ નથી. આથી આ ઓપરેટિંગ સિસ્ટમ વાળા ફોનમાં વોટ્સએપ ના થોડા ફીચર બંધ થઈ શકે છે, અને એ પણ ગમે ત્યારે.

વોટ્સએપ દિવસેને દિવસે પોતાની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે સાથે સાથે વપરાશકર્તાને વાપરવા સહેલુ પડે તેવા ફીચર પણ લાવી રહ્યું છે. જેમકે હમણાં જ વોટ્સએપ ફોરવર્ડ ટેગ નું ફીચર બહાર પાડ્યું છે. જેમાંથી કોઈપણ માણસ આસાનીથી સમજી શકે કે આ મેસેજ ફોરવર્ડ કરાયેલો છે, જો કે આ નિર્ણય ભારત સરકાર દ્વારા આપેલી ચેતવણી પછી લેવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે આવનારા દિવસોમાં વોટ્સએપ આના સિવાય પણ ઘણી ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો સપોર્ટ બંધ કરી દેશે, એટલે કે જો તમારી પાસે આવા જુના ફોન હોય તો તમારે તે બદલવાના જ રહેશે. કારણ કે બની શકે કે આવતા વર્ષોમાં આ ફોન પર વોટ્સએપ સરખી રીતે ન ચાલી શકે.

જોકે આને હજી એક વર્ષની વાર છે, પરંતુ 2020 ની શરૂઆત માં એન્ડ્રોઇડ 2.3.7 અને એનાથી નીચેના વર્ઝનમાં કામ કરવાનું બંધ કરી શકે છે. સાથે સાથે આઈફોન દ્વારા વિકસાવવામાં આવેલી આઇઓએસ નું વર્ઝન 7 થી નીચેના માં પણ વોટ્સએપ ત્યારથી કામ કરવાનું બંધ કરી શકે.

પરંતુ જો તમે ઉપરોક્ત જણાવેલ સિસ્ટમ નથી વાપરી રહ્યા તો તમારે આ બાબતમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, અને તમે ખુશીથી પોતાનું વોટ્સએપ વાપરી શકો છો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version