૨૬ ફેબ્રુઆરીએ કરેલી એર Strike પછી પાકિસ્તાન વિફર્યું હતું, અને અલીફલેલા પાકિસ્તાને 27 તારીખે એટલે કે બીજા દિવસે સવારે ભારતીય એરસ્પેસ ની સીમા તોડી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતે પણ લડાકુ વિમાન ઉડાડી ને તેઓના ભારત ભણી આવેલા વિમાનોને માત આપી હતી. પરંતુ આ એંગેજમેન્ટ માં ભારત તરફથી એક મિગ વિમાન ગુમાવવું પડ્યું હતું, જેના પાયલોટ પાકિસ્તાન આર્મી કસ્ટડીમાં હતા. અને ગઈકાલે તેઓને ભારત પાછા મોકલવામાં આવ્યા હતા.
WC અભિનંદન વતન પાછા ફર્યા છે જેના કારણે આખો દેશ ખુશી મનાવી રહ્યો છે. અને આખો દેશ તેના માટે આનંદ પણ અનુભવી રહ્યો છે. કસ્ટડીમાં લીધા પછી અંદાજે ૬૦ કલાક પછી રાત્રે નવ વાગ્યા આસપાસ પાકિસ્તાની અધિકારીઓએ પંજાબમાં આવેલી અટારી બોર્ડર ઉપર અભિનંદનને ભારતને સોંપ્યા હતા. આ દરમિયાન તેની સાથે એક મહિલા પણ મૌજુદ હતી, જે તેની સાથે ફોટાઓમાં પણ દેખાઈ રહી હતી. આ મહિલા આખરે કોણ છે તેના વિશે થોડા લોકોને ખબર હતી તો થોડા લોકો જાણવા માંગતા હતા. ઘણા લોકો એવું પણ માની રહ્યા હતા કે તે પરિવારની છે પરંતુ એવું કંઈ નથી. ચાલો જાણીએ કોણ છે એ મહિલા.
તે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં નિર્દેશક છે. આ મહિલાનું નામ ડો. ફરિહા બુગતી છે. જણાવી દઈએ કે તે એક ભારતના આઈએફએસ ઓફિસર લેવલની બરાબર એ છે. અને પોતાના વિદેશ કાર્યાલય માં ભારતના મામલાને સંભાળવા માટે ની ઇન્ચાર્જ છે.
જણાવી દઈએ કે અભિનંદને જે F-16 વિમાન તોડી પાડ્યું હતું, તે એક એવું સાહસિક કામ હતું જે માત્ર થોડા લોકો જ કરી શકે. એટલે કે અમુક રિપોર્ટ્સ અનુસાર ભારતીય વિમાન 2nd જનરેશન નું હતું જ્યારે પાકિસ્તાનનું લડાકુ વિમાન 4th જનરેશનનું હતું.
પ્રીતિ ઝિંટાએ પણ આના વિશે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકા માં લોકો અભિનંદનના આ સાહસથી આશ્ચર્યચકિત થઇ ચૂક્યા હતા. કારણકે લઘુતમ ટેક્નોલોજીવાળા વિમાનથી તેની સમક્ષ નહીં પરંતુ તેનાથી ઘણી અતિરિક્ત ટેકનોલોજી વાળા વિમાનને તોડી પાડવું એ એક જબરું સાહસ કહેવાય.
આ પછી પ્રીતિ ઝિંટાએ એમ પણ જણાવ્યું હતું કે કોઈપણ વિમાન શ્રેષ્ઠ નહીં પરંતુ તેનો પાયલોટ તેને નક્કી કરે છે કે કયું વિમાન શ્રેષ્ઠ છે, કારણકે શ્રેષ્ઠ પાયલોટ કોઈપણ વિમાનને શ્રેષ્ઠ સાબિત કરી શકે છે.