અભિનંદન: ભારત વાપસી ઉપર આ રીતે આપ્યું હસ્તિઓએ રિએક્શન, નંબર 3 વાંચીને ગર્વ થશે

ભારતના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને બે દિવસ પછી આખરે ભારતની ધરતી પર કદમ મૂકી દીધા છે. અને દેશ તેના પાછા ફરવાની સવારથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે સમય મોટો થતો ગયો તો અંતે તેઓએ 9:20 આસપાસ ભારતમાં કદમ મુકયા હતા.

આ સાથે પણ એક સંયોગ હતો, જે હાલમાં વોટ્સએપ પર વાયરલ થઇ રહ્યો છે કે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે અભિનંદન MIG 21 ઉડાવી રહ્યા હતા, અને તેઓ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે 21:21 વાગ્યા હતા. એટલે આ 21 નો સંયોગ Coincidence જણાવવામાં આવી રહ્યો હતો, જોકે એનો એક્ઝેટ ટાઈમ શું હતો તે જાણી શકાયું નથી.

આખો દેશ આજે ઉજવણી કરી રહ્યો હતો. અને આખરે વિંગ કમાન્ડર ભારતની ધરતી પર આવી ચૂક્યા છે. તેમાં bollywood, ક્રિકેટ થી માંડીને અનેક હસ્તીઓએ તેની ખુશી વ્યક્ત કરી હતી. ચાલો જાણીએ કોને શું કહ્યું હતું.

ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવનારા સચિન તેંડુલકર એ પણ આ હીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેને કહ્યું હતું કે હીરો માં ખાલી 4 અક્ષર નો સ્પેલિંગ નહીં પરંતુ તેનાથી ઘણું બધું વિશેષ રહેલું હોય છે. જુઓ તેની ટ્વીટ

રિષભ પંત એ પણ વિંગ કમાન્ડર અભિનંદન ને અનુલક્ષીને કહ્યું હતું કે વેલકમ બેક અભિનંદન સર, આખો દેશ તમારી હિંમત ઉપર ગરબા અનુભવ કરે છે. જુઓ તેની ટ્વીટ

પ્રીતિ ઝિંટાએ જણાવ્યું હતું કે અમેરિકામાં લોકો સ્તબ્ધ થઇ ગયા હતા એ જાણીને કે ૬૫ વર્ષના રશિયન વિમાને કઈ રીતે પાકિસ્તાનના લેટેસ્ટ વિમાનને પછાડી દીધુ, આને આપણી પાયલોટ ટ્રેનિંગ વિશે ઘણું કહી દીધું છે. સૌથી શ્રેષ્ઠ વિમાન એ હોય છે જેમાં સૌથી શ્રેષ્ઠ પાયલોટ અંદર હોય છે. જુઓ તેની ટ્વીટ

શાહિદ કપૂરે પણ #WelcomeHomeAbhinandan ને લઈને ટ્વિટ કરી હતી. જુઓ તેની પણ ટ્વીટ

ઈન્ડિયન એરફોર્સે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમને તમારી ઉપર ગર્વ છે વિંગ કમાન્ડર અભિનંદન. વેલકમ બેક. જુઓ ટ્વીટ

અનિલ કપૂરે પણ જણાવ્યું હતું કે આખો દેશ દિલમાં ગર્વ સાથે અને ચહેરા પર હસી સાથે વતન પાછા ફરતા આ braveheart ને વેલકમ કરીએ. જુઓ તેની ટ્વિટ