Site icon Just Gujju Things Trending

વીંગ કમાન્ડર અભિનંદન ફરી ક્યારે ઉડાવશે ફાઈટર જેટ?

ભારતીય વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ એ આજે એટલે કે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પુલવામામાં થયેલા હુમલા પછી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક ઉપર વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેઓએ એ સવાલનો પણ જવાબ આપ્યો હતો કે વિંગ કમાન્ડર અભિનંદન ક્યારે પાછા આસમાનમાં જઈને ઉડાન ભરી શકશે?

જ્યારે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિંગ કમાન્ડર અભિનંદન ફરી પાછા ક્યારે આકાશમાં ઉડાન ભરી શકશે ત્યારે તેને જણાવ્યું હતું કે હાલમાં અત્યારે અભિનંદનના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેવા તેઓ મેડિકલ રીતે ફીટ થઇ જાય તો ફરી પાછા તેઓ ફાઈટર પ્લેન ઉડાવવા માટે સક્ષમ છે.

આ સિવાય અભિનંદન વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે એમ પણ જણાવ્યું હતું કે અભિનંદન નું ફરીથી લડાકુ વિમાન ઉડાવવું તે તેની ફિટનેસ ઉપર જ પૂરી રીતે નિર્ભર કરે છે.

અને એટલા માટે જ ઇજેક્શન પછી તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. તેને જે પણ ઇલાજની જરૂર હશે, તે ઈલાજ આપવામાં આવશે. એક વખત તેઓ મેડિકલ ફિટ થઈ જાય પછી તેઓ ફરીથી ફાઈટર કોકપિટમાં બેસવા માટે સક્ષમ બની જશે.

જણાવી દઈએ કે અભિનંદન વર્ધમાન MIG21 વિમાન ઉડાવી રહ્યા હતા. અને ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાનના વિમાનોને ભગાડવા માટે તેનો પીછો કર્યો હતો, જેમાં તેઓએ પાકિસ્તાનના લડાકુ F-16 ને તોડી પાડ્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ તેનું વિમાન ક્રેશ થતાં તેને પણ ઇજેક્ટ થવું પડ્યું હતું, જેમાં તેને કમરના ભાગે અને પાંસળીઓમાં ચોટ આવી હતી.

અને તેનું પેરાશુટ પાકિસ્તાની સીમામાં જતું રહ્યું હોવાથી તેઓ ત્યાં લેન્ડ થયા હતા, ત્યાર પછી તેને પાકિસ્તાની સેના દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અને ૬૦ કલાક પછી તેઓએ પાછા ભારતને સોંપી દીધા હતા. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અભિનંદનની પિસ્ટોલ અને તેનો યુનિફોર્મ પોતાની પાસે જ રાખી લીધો હતો. હાલ અભિનંદન પોતાનો ઇલાજ કરાવી રહ્યા છે.

જણાવી દઈએ કે અભિનંદન ને મળવા માટે ઘણી હસ્તીઓ પણ આવી ચૂકી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર પણ તેને અને તેની ફેમિલી ને મળ્યા હતા. આપણે એવી પ્રાર્થના કરીએ કે અભિનંદન ફરી પાછા ફીટ થઈને તુરંત જ વિમાન ઉડાવવા માટે તૈયાર થઈ જાય.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version