વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ને થોડીવાર પછી પાકિસ્તાન થી ભારત લાવવામાં આવશે. તેઓ પંજાબની વાઘા બોર્ડર પરથી ભારત પાછા આવવાના છે. તેને લેવા માટે જેનાથી તેના માતા પિતા પણ બોર્ડર પર પહોંચી ગયા છે. ભારત માતાના આ વીર સપૂત કઈ રીતે પાકિસ્તાની સેનાના કસ્ટડીમાં આવ્યા તેના વિશે જણાવીએ.
ઇન્ડિયન એરફોર્સ દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અને બાલાકોટમાં વગેરે જેવા વિસ્તારોમાં જઈને આતંકી સંગઠનોના કેમ્પો પર હુમલો કરવામાં આવી અને તેને તબાહ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ડઘાયેલા પાકિસ્તાને બીજે દિવસે એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ પોતાની વાયુ સેના દ્વારા ભારત ઉપર હુમલો કરવાની રણનીતિ સાથે લડાકુ વિમાન મોકલ્યા.
ભારતને તુરંત જ પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા તેને જવાબ આપવા માટે વિંગ કમાન્ડર અભિનંદન ને પોતાના લડાકુ વિમાન સાથે બહાદુરી દેખાડીને દુશ્મનો પર પ્રહારો કર્યા. જેમાં વિદેશ મંત્રાલય એ આપેલ મીડિયા બ્રિફિંગ અનુસાર જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાનું મિગ વિમાન એ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા એફ-૧૬ વિમાનને તોડી પડાયું હતું. પરંતુ દુર્ભાગ્યથી ભારત નું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં કપડાં એક પાયલોટ મિસિંગ હતા.
પાક સેનાએ કસ્ટડીમાં લીધા પછી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો હતો. આ વિડીયો પછી ઘણા લોકોએ તેને પોતાના ટ્વિટર હેન્ડલ થી ટ્વીટ કર્યો હતો. અને આ વીડિયોમાં તેની સાથે પૂછતા જ કરવામાં આવી રહી હતી.
તેને ક્યા સવાલ પૂછવામાં આવ્યા હતા, અને તેને શું જવાબ આપ્યા હતા.?
સવાલ: તમે કોણ છો?
અભિનંદન: હું ઇન્ડિયન એરફોર્સનું એક ઓફિસર છું. મારો સર્વિસ નંબર 27981 છે. પરંતુ તમે પહેલા જણાવો કે તમે કોણ છો? શું તમે પાકિસ્તાની આર્મી છો?
એક અન્ય વીડિયો પણ પાક સેનાએ જારી કર્યો હતો તેમાં પાકિસ્તાની અખબાર,આર્મી એ ભારતીય પાયલોટ સાથે પૂછપરછ કરી હતી.
જેમાં તેને તેનું નામ પૂછવામાં આવ્યું હતું, તેમજ તેને વર્તમાન સ્થિતિ પૂછી હતી કે તમને બધું બરાબર લાગે છે ને? ત્યાર પછી તેઓએ પૂછ્યું હતું કે તમે ભારતમાં કઈ જગ્યાએ થી આવો છો? જેના જવાબમાં તેને કહ્યું હતું કે હું એમ કહી શકો છોકરાનું ભારતના નીચેના હિસ્સામાં થી આવું છું એટલે કે દક્ષિણ ભારતીય છું.
ત્યાર પછી તને પૂછ્યું હતું કે તમે જણાવી શકો કે તમે કઈ flight ઉડાવી રહ્યા હતા? તેના જવાબમાં અભિનંદન એ કહ્યું કે સોરી પણ હું તમને ના જણાવી શકું. પરંતુ મને વિશ્વાસ છે કે તમને મલબો મળ્યો હશે. આ સિવાય તેને પૂછ્યું કે તમારું મિશન શું છે, તેમાં પણ તેને જવાબ આપ્યો કે હું તમને એ ન જણાવી શકું.
તે પાક સેનાની કસ્ટડીમાં હોવા છતાં આ વીડિયોમાં તેની બોડી લેંગ્વેજ, તેની વાતચીત કરવાની શૈલી અને તેના આત્મવિશ્વાસને જોઈને એટલું તો કહી શકાય કે તેની દેશ પ્રત્યે કેટલી જવાબદારી છે, ભારતના આ વીર સપૂત ને સલામ. જણાવી દઈએ કે તેના પરિવારમાં પણ તેઓ આર્મી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે.