Site icon Just Gujju Things Trending

યાદશક્તિ વધારવા માટે દૂધ સાથે આ વસ્તુઓ ભેળવીને પીવો, પછી જુઓ કમાલ

ઘણી વખત આપણે યાદ શક્તિ વધારવા માટે ઘરેલુ નુસ્ખાઓ કરતા હોઈએ છીએ પરંતુ જોઈએ તેવું રીઝલ્ટ એટલે કે ફાયદા મળતા નથી. જે લોકો મગજ થી વધુ કામ કરતા હોય એટલે કે જેઓ ને કામ કરવા માટે દિમાગની વધુ જરૂર પડતી હોય અને જેઓ સ્ટ્રેસમાં રહેતા હોય તેઓને ભૂલવાની સમસ્યા રહેતી હોય છે. અને ઘણી વખત માણસ માં એકાગ્રતાની ખામી હોય તો પણ આવું થઈ શકે છે.

ભૂલી જવાની સમસ્યા ઉંમર લક્ષી હોતી નથી એટલે કે તે બાળકોથી લઈને ગમે તે ઉંમરના લોકોને થઈ શકે છે. આ સિવાય પૌષ્ટિક આહારનું સેવન ન કરવામાં આવતું હોય તો એના કારણે પણ યાદશક્તિ કમજોર પડી શકે છે. અને તેઓ નાની નાની વસ્તુ ને ભૂલી જતા હોય છે.

યાદ શક્તિ વધારવા માટે ઘણી એલોપેથિક દવાઓ આવતી હોય છે જેના ક્યારેક સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે. અને આપણે ઘરેલું નુસખાઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેને પણ એક વખત ડોક્ટરની સલાહ લઈને કરવા જોઈએ.

અહીં આપણે દૂધનો ઉપયોગ કરીને એવો એક નુસખો જણાવવાના છીએ જેના કારણે યાદ શક્તિ તો મજબૂત થશે જ સાથે સાથે મગજ પણ ઝડપથી કામ કરશે. અને આ નુસખો બનાવવામાં પણ ઇઝી છે. ચાલો જાણીએ કઈ રીતે બનાવશો

આ નુસખાને તૈયાર કરવા માટે આપણે એક ગ્લાસ દૂધ, આશરે બે ચમચી જેટલું મધ, અને 5-6 બદામ. અને હવે તૈયાર કરવા માટે બદામને મિક્ષ્ચર ની મદદથી પીસીને તેનો પાઉડર જેવો ભૂકો બનાવી લો, આટલું કર્યા પછી દૂધ ગરમ કરીને તેમાં મધ ને વ્યવસ્થિત રીતે ભેળવી દો. હવે દૂધના આ મિશ્રણમાં બદામનો ભૂકો પણ મિક્સ કરી નાખો, આપણો આ નુસખો હવે તૈયાર છે.

હવે આ તૈયાર થઈ જાય એટલે રોજ સવારે તેનું સેવન કરવું હિતાવહ છે. સવારે સેવન ક્યારે કરવું? સવારે જ્યારે નાસ્તો કરવા બેસો છો તે પહેલાના પોણી કલાક એટલે કે આશરે ૪૫ મિનિટ પહેલા સેવન કરી લો, અને સવારે અનુકુળ ન આવતું હોય તો આને રાત્રિના સૂતી વખતે પણ સેવન કરી શકાય છે.

આવું કરવાથી તમને પોતાને જ ફાયદો મહેસુસ થશે. અને તમારી યાદશક્તિ માં બદલાવ થયેલ જણાશે. આ ઉપાયને દરેક લોકો જોડે શેર કરજો જેથી દરેકને આની માહિતી મળે અને આવા લેખ દરરોજ મેળવવા માટે આપણું પેજ ફોલો કરવાનું ચૂકશો નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version