યુદ્ધ ના સમયે ભારત નો સાથ આપશે આ 5 દેશ, નંબર 1 છે ભારતનો સાચો મિત્ર
ભારતે હંમેશા પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખ્યા છે. પરંતુ દુશ્મન દેશમાંથી સતત આતંકી ગતિવિધિઓ ચાલુ રહેતો ભારત ચુપ બેસે એમાનુ નથી. પુલવામા હુમલા થયા પછી પરિસ્થિતિઓ એ હદે વણસી ગઈ છે કે હવે તો દરેક દેશવાસી દુશ્મન દેશ સામે બદલો માંગે છે.
આવી સ્થિતિમાં જો કદાચ યુદ્ધ થાય તો ભારતનો સાથ આપવા માં કયા કયા દેશ છે તેનું લાંબું લિસ્ટ છે. કારણકે આ હુમલા પછી અમુક ને બાદ કરતા લગભગ દરેક દેશે આ હુમલાની નિંદા પણ કરી હતી અને સાથે ભારતને ત્રાસવાદ સામે લડવામાં સાથ આપવાની પણ ખાતરી આપી હતી.
ચાલો જાણીએ એવા મહત્વના દેશ વિશે જે જો યુદ્ધ થાય તો આપણી સાથે ઊભા રહેશે.
અફઘાનિસ્તાન હાલ વિકસિત થઇ રહેલો દેશ છે. અને ભારતે આ દેશના વિકાસ માટે શરૂઆતથી સહયોગ આપ્યો છે. તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ અંદરો અંદર તણાવ રહે છે. આથી આ દેશ હંમેશાથી ભારતની સાથે ઊભો છે.
અમેરિકા અને ભારત વચ્ચે ઘણા એગ્રીમેન્ટ થયા છે. અને અમેરિકા પોતાના ફાયદા માટે પણ ભારત નો સાથ આપશે, કારણ કે આતંકવાદના કારણે અમેરિકા પાકિસ્તાનની વિરુદ્ધમાં જ રહ્યો છે. તદુપરાંત પાકિસ્તાનને આતંકવાદ ખતમ કરવા માટે જે મદદ અપાઈ રહી હતી, તે નાણાંકીય મદદ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.