Site icon Just Gujju Things Trending

યુદ્ધ ના સમયે ભારત નો સાથ આપશે આ 5 દેશ, નંબર 1 છે ભારતનો સાચો મિત્ર

ભારતે હંમેશા પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખ્યા છે. પરંતુ દુશ્મન દેશમાંથી સતત આતંકી ગતિવિધિઓ ચાલુ રહેતો ભારત ચુપ બેસે એમાનુ નથી. પુલવામા હુમલા થયા પછી પરિસ્થિતિઓ એ હદે વણસી ગઈ છે કે હવે તો દરેક દેશવાસી દુશ્મન દેશ સામે બદલો માંગે છે.

આવી સ્થિતિમાં જો કદાચ યુદ્ધ થાય તો ભારતનો સાથ આપવા માં કયા કયા દેશ છે તેનું લાંબું લિસ્ટ છે. કારણકે આ હુમલા પછી અમુક ને બાદ કરતા લગભગ દરેક દેશે આ હુમલાની નિંદા પણ કરી હતી અને સાથે ભારતને ત્રાસવાદ સામે લડવામાં સાથ આપવાની પણ ખાતરી આપી હતી.

ચાલો જાણીએ એવા મહત્વના દેશ વિશે જે જો યુદ્ધ થાય તો આપણી સાથે ઊભા રહેશે.

By Manoj Kumar – PM with Afghan President, Dr. Ashraf Ghani, CC BY-SA 2.0, Link

અફઘાનિસ્તાન હાલ વિકસિત થઇ રહેલો દેશ છે. અને ભારતે આ દેશના વિકાસ માટે શરૂઆતથી સહયોગ આપ્યો છે. તેમજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ અંદરો અંદર તણાવ રહે છે. આથી આ દેશ હંમેશાથી ભારતની સાથે ઊભો છે.

અમેરિકા અને ભારત વચ્ચે ઘણા એગ્રીમેન્ટ થયા છે. અને અમેરિકા પોતાના ફાયદા માટે પણ ભારત નો સાથ આપશે, કારણ કે આતંકવાદના કારણે અમેરિકા પાકિસ્તાનની વિરુદ્ધમાં જ રહ્યો છે. તદુપરાંત પાકિસ્તાનને આતંકવાદ ખતમ કરવા માટે જે મદદ અપાઈ રહી હતી, તે નાણાંકીય મદદ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.

જાપાન પણ ભારતની સાથે રહેશે. જાપાન અને ચીન વચ્ચે સંબંધ બરાબર નથી. જાપાને ટેકનોલોજી ના મામલામાં હંમેશા ભારત નો સાથ આપ્યો છે. મેટ્રો અને બુલેટ ટ્રેન નું સપનું પૂરું કરવામાં પણ જાપાન એ ભારત નો સાથ આપ્યો છે. ભવિષ્યને લઇને પણ જાપાન સાથે આપણે ઘણા એગ્રીમેન્ટ પણ કર્યા છે. અને જાપાન ની નવી ટેકનોલોજી પણ આધુનિક છે.

By Mark Neyman / Government Press Office (Israel), CC BY-SA 3.0, Link

ઇઝરાયેલ પણ ભારતની સાથે ઊભા રહેવા વાળો દેશ છે. જણાવી દઇએ કે આજકાલના નહીં પરંતુ ઈઝરાયેલની સ્વતંત્રતા પછી ભારત અને ઇઝરાયેલ ના સંબંધ હંમેશા મજબૂત રહ્યા છે. અને આ વખતે તો ઇઝરાયેલ ચોખ્ખી ભાષામાં કહી દીધું હતું કે આતંકવાદ ની સામે લડવામાં અમે ભારતની વિના શરતે કોઈપણ મદદ કરવા તૈયાર છે.

પહેલા નંબર ઉપર આ સૂચીમાં રશિયાને સામેલ કરી શકાય. કારણકે એશિયા ના પાવરફુલ દેશ માં રશિયાનું નામ આવે છે. આ સિવાય આની પહેલા પણ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતનો સાથ આપી ચૂક્યા છે. અને રશિયા નું નામ પડતાં મોટા મોટા દેશ પણ ડરે છે.

આ સિવાય ઘણા બધા એવા દેશ છે જે આજે પણ કોઈપણ સંજોગોમાં ભારતની સાથે ઊભા રહેવા તૈયાર થઈ શકે છે.

File images are shown as representational.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version