Site icon Just Gujju Things Trending

ઝીરો ફિલ્મ નો રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો

આજના દિવસે શાહરૂખ ખાનની ઝીરો ફિલ્મ રિલીઝ થઈ, પાછલા ઘણા દિવસોથી તેનું પ્રમોશન જોરશોરથી કરવામાં આવી રહ્યું હતું. ટ્રેલર ઉપરથી પણ શાહરૂખ અને અનુષ્કા ની જોરદાર કેમેસ્ટ્રી આ વખતે ફરી પાછી જોવા મળશે તેવું લાગી રહ્યું હતું. સાથે સાથે ફિલ્મ મા બીજા પણ ઘણા કલાકારો છે. પરંતુ ફિલ્મનો રિવ્યૂ એક વખત વાંચવા જેવો છે, પછી જ નક્કી કરજો કે ફિલ્મ જોવા જેવી છે કે કેમ. તેમજ તમારે ટિકિટનો ખર્ચો કરવો કે કેમ આ રીવ્યુ વાંચીને પછી નક્કી કરજો.

ડિરેક્ટર – આનંદ એલ રાય

શું કહે છે Critics?

એક વર્ષ પછી ફિલ્મ હીરો થી પોતાનું સ્થાન પાછું બોલિવૂડમાં લાવી રહ્યા છે શાહરુખ ખાન. ઘણાનું માનવું છે કે આ ફિલ્મ જોઈએ તેટલી મનોરંજક નથી, ખાસ કરીને કેટરીના કેફ વગેરે નું પાત્ર નો રોલ કેમિયો જેવો લાગે છે.ફિલ્મોમાં આવા દિગ્ગજ સિતારાઓ હોવા છતાં ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કાની જ છે. અને આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માં કંઈ નવું જોવા મળ્યું નથી, સિવાય કે શાહરૂખ ખાનનો અજીબ રોલ.

ઘણા લોકોને story સમજમાં આવી નથી, કારણ કે સ્ટોરીની શરૂઆત meerut થી થાય છે પછી ત્યાંથી મંગળ પર જઈને અટકે છે. અને ઘણા લોકો હજુ સુધી પણ સ્ટોરી ને સમજવાની વાત કરી રહ્યા છે, તો ઘણા લોકોનું એમ પણ માનવું છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ માં કંઇક લોચો પડી ગયો છે. થોડી અધૂરી હોય તેવું લાગી રહ્યું છે.

જોકે શાહરૂખ ખાનના ચાહકો માટે આ ફિલ્મ તેમને પસંદ આવી શકે છે. પરંતુ તમે જો શાહરૂખ ખાનના ચાહકો ન હોય તો જોખમ લેવા જેવું થશે.

શું છે જોવાના ખાસ કારણ?

ફિલ્મના ગીતો તમને ગમી શકે છે, અમુક ગીતોમાં VFX પણ સારા છે. અને આખી ફિલ્મ દરમ્યાન અભિનય પણ સારો છે, પરંતુ ફિલ્મ માં જોઈએ તેવું મનોરંજન, જોઈએ તેવી સ્ટોરી આ બન્નેમાંથી કંઈ મળી રહ્યું નથી.

જોવા જેવી છે કે નહીં?

સીધા મુદ્દા પર આવીએ તો તમે તો શાહરૂખના ચાહક હશો તો, ગમે તેમ કરીને પણ તમે જોવા જવાના છો. પરંતુ શાહરુખ ખાન છે એટલે ફિલ્મ થી ઉમ્મીદો પણ વધારે હોય છે, પણ જો આવી વધુ પડતી આશા લઈને જવાનું વિચારી રહ્યા હોવ તો આ વિચાર માંડી વાળજો, કારણકે ફિલ્મ તમને નિરાશ થી અતિ નિરાશ કરી શકે છે. તેમજ આ દરમિયાન સમય જતો ન હોય, અને સાવ નવરા હોય તો જોવા જઈ શકાય છે. પરંતુ મનોરંજનની ખાસ ગેરંટી નથી.

 

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version