આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો…

1. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

2. સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.

3. હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્ય સ્મૃતિમાં રાખવા…

4. ક્ષમા એ જ મોક્ષનું ભવ્ય દરવાજો છે.

5. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.

6. મનને વશ કર્યો તેને જગતને વર્ષ કર્યું.

7. જગતમાં માંન ન હોત તો અહીં જ મોક્ષ હોત.

8. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કહ્યું. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.

9. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે.

10. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, તેમ માન.