દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!
ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા.
આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. પરંતુ આ વસ્તુ ની લગભગ કોઈને ખબર હોતી નથી, કારણ કે આનાથી લગભગ બધા લોકો અજાણ હોય છે.
જણાવી દઈએ કે જો તમે રોજ વજન ઘટાડવા માટે કસરત કરતા હો કે ચાલવા જતા હોવ તો એના કરતા પણ વધારે કારગર સાબિત થઈ શકે છે અને આના ફાયદા પણ મળી શકે છે.
માત્ર વજન ઘટાડવામાં કે અમુક અંગ પૂરતા જ નહીં. પરંતુ આના ફાયદાઓ આખા શરીરમાં મળે છે.
દોરડા કૂદવાથી તમારી શ્વાસ લેવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઘણી પ્રકારની કસરતો કરતા હોઈએ છીએ જેમાં શ્વાસ ને આપણે થોડા સમય માટે રોકીએ છીએ, ત્યારે દોરડા કૂદતી વખતે તમારા શ્વાસ રોકવાની કોઈ જરૂર પડતી નથી.
જણાવી દઈએ કે દોરડા કુદવા તે હાડકા માટે પણ બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ જો તમને કોઈ હાડકાં સંબંધિત સમસ્યા હોય તો દોરડા કુદતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.