રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુ ને માનવામાં આવે છે સફેદ ઝેર

આપણા રસોડામાં રહેતી ચીજો માંથી ઘણી બધી એવી ચીજો છે જેનાથી ઔષધિઓ પણ બની શકે છે. અને આપણે હાલમાં પણ ઘણી બધી ચીજોનો ઉપયોગ ઔષધીઓ બનાવવામાં અથવા તો ઘરેલું નુસખા કરવામાં કરતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ જ રસોડામાં સાથે સાથે અમુક એવી પણ વસ્તુ છે જેને માપસરની જગ્યાએ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

પહેલાના જમાનાની વાત કરીએ તો, રસોડામાં બિલકુલ અલગથી ચિજો રહેતી હતી. કોઈપણ જાતની એવી ચીજોનું સેવન ન કરવામાં આવતું જે તબિયત માટે નુકસાનકારક હોઈ. અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારી કન્ડિશનમાં રહેતું તેમજ લોકોની વયમર્યાદા પણ આ જ કરતા વધુ હતી. હજુ પણ આપણા બધાના વડીલોને તમે જોયું હશે કે ઘણા લોકોને ચશ્મા પણ હોતા નથી. તેમ જ તેઓને સાંધાનો કે કોઈ જાતનો બીજો દુખાવો રહેતો નથી. આની પાછળનું ગણિત સમજવા જઈએ તો ખૂબ અઘરું છે પરંતુ તેઓના જીવન નો ખોરાક અને તેઓનું જીવન એ બંનેની અસર એના સ્વાસ્થ્ય પર પડે જ છે.

આજે આપણે વાત કરવાના છીએ સફેદ ઝેર વિશે એટલે કે લોકો આ ત્રણ વસ્તુ ને સફેદ ઝેર માને છે કારણ કે આ વસ્તુ ની સ્વાસ્થ્ય પર ઘણી નુકસાનકારક અસર થઈ શકે છે. ચાલો જાણીએ તેના વિશે વધુ

ખાંડ

જણાવી દઈએ કે પાછલા થોડા વર્ષોથી લોકોએ ખાંડ લેવાનું ચાલુ કર્યું છે. હજુ પણ તમે કોઈ વડીલોને પૂછશો તો તેઓ જણાવી શકશે કે 30 40 વર્ષ પહેલા ખાંડની જગ્યાએ ગોળ અથવા સાકર નો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ પછીથી લોકોએ ખાંડ વાપરવાનું ચાલુ કર્યું. પરંતુ વધારે પ્રમાણમાં ખાંડ નુ સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આપણા શરીરના અંગો ની વાત કરીએ તો કિડની, લીવર પર તેમજ હૃદયરોગ માટે પણ જોખમકારક સાબિત થઇ શકે છે.

મીઠું

આની પહેલા પણ આપણે જણાવી ચૂક્યા છીએ કે મીઠું ખાવાથી ક્યા ક્યા નુકસાન થાય છે, પણ છતાં ટૂંકમાં જણાવીએ તો આયોડીનયુક્ત મીઠું એ ખરેખર અમુક પ્રકારના રોગ થયેલા હોય તેવા લોકોને જ ખાવાનું હોય છે. અને જ્યારે સામાન્ય જનતા આયોડીનયુક્ત મીઠું ખાવા લાગે ત્યારે ઘણી વખત એવું પણ થાય છે કે અમુક રોગો વધે છે. આથી ઘણી બીજી પ્રકારની પણ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. અને આયોડીનયુક્ત નમક ની વાત કરીએ તો આપણા શરીરને જોઈતું આયોડીન આપણને લીલી શાકભાજીઓ અને બટેટા માંથી પણ મળી જાય છે. આથી મીઠું બને તેટલું ઓછા પ્રમાણમાં ખાવુ જોઈએ. આયોડીનયુક્ત મીઠું ન ખાવું હોય તો તેના ઘણા આયુર્વેદિક ઓપ્શન અવેલેબલ છે, તે પણ લઈ શકાય છે.

મેંદો

મેંદાને પચવામાં ખાસ્સો સમય લાગે છે એ તમે જાણતા હશો. પરંતુ છતાં પણ આપણે મેંદો ખાતે જ રાખીએ છીએ, કારણકે આપણા ખોરાકનું મૂળ બની ચૂકેલો મેંદો આપણે મૂકવા માગતા નથી. કારણકે દરેક જગ્યાએ ફાસ્ટ ફૂડમાં અને જંકફૂડમાં મેંદાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મેંદો ખાવો તે આપણી સ્વાસ્થ્ય માટે જરા પણ ફાયદાકારક અથવા કહીએ તો અસરકારક નથી. આ સિવાય મેંદામાંથી બનેલા ખોરાક જેમ કે બ્રેડ અથવા તો તેને લાગતા-વળગતા કંઈ બીજો ખોરાક પણ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. આથી મેંદો સમજી-વિચારીને ખાવો જોઈએ.

આ માહિતીને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી દરેક માં જાગૃતતા આવી શકે.