રાશીઓ વિશેની માન્યતા જોઈએ તો, દરેક વ્યક્તિ ની રાશિ અલગ-અલગ હોય અથવા સરખી હોય તો પણ તેમાં સમાનતા જોવા મળે છે અથવા વિભિન્નતા જોવા મળે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો તેમાં કહેવામાં આવેલું લગભગ મોટાભાગના લોકો પર લાગુ પડતું હોય છે.
કોઈ પણ સ્ત્રીની ઈચ્છા હોય છે કે એનો જીવનસાથી એને જીવનની દરેક ખુશીઓ આપે જે તે ઇચ્છતી હોય છે. અને એટલે જ કોઈપણ આદર્શ પતિ ને સપનાનો રાજકુમાર કદાચ કહેવામાં આવતું હશે, કારણ કે તે બિલકુલ સપનામાં આવે તેવો હોય છે એટલે કે તેની ખુશીનો ખ્યાલ રાખે. અને સુખ દુઃખ માં તેની સાથે રહે.
હવે વાત જો જીવનસાથીની કરીએ તો જરૂરી નથી કે દરેકને પોતાના સપનાનો રાજકુમાર જ મળે, પરંતુ અમુક રાશિના પુરૂષો પોતાની પત્નીને રાણી બનાવીને રાખતા હોય છે અને કોઈ સ્ત્રીને પૂછવામાં આવે કે તમને તમારો પતિ રાણીની જેમ રાખશે તો તમને ગમશે કે કેમ તો કોઈ પત્ની ના પાડે નહીં! કારણ કે દરેક સ્ત્રીઓના સપનાનો રાજકુમાર તેને રાણીની જેમ જ રાખતો હોય છે.
સામાન્ય રીતે દરેક પુરુષો મા પ્રેમ પ્રત્યેની લાગણી અને સન્માન તે કેટલું ધ્યાનમાં રાખે છે તે તે પુરુષને જ ખબર હોય છે. અને દરેક પુરુષો નું પ્રેમ પ્રત્યે નું વિચારવું અલગ-અલગ હોય છે. પરંતુ એવું મનાય છે કે કુંભ રાશિના પુરુષો તેની પત્નીને રાણીની જેમ રાખે છે. આ રાશિના પુરુષો માટે એમ કહેવાય છે કે તેઓ ઘણા મહેનતુ હોય છે, અને પોતાના જીવનમાં સફળતાના કદમને તેઓ આસાનીથી પ્રાપ્ત કરી લે છે.
આ સિવાય આ રાશિના લોકોમાં એક ખાસ ગુણ જોવા મળે છે કે તેઓ આસાનીથી સામેવાળા ની ભાવનાઓને સમજે છે. અને લગ્ન કરવામાં વિશ્વાસ રાખે છે. પોતાના પ્રેમ સાથે વફાદારી નિભાવવી તે આવા લોકોની ખૂબી ગણાય છે.
કુંભ રાશિના લોકોના જે કોઈપણ સ્ત્રી સાથે લગ્ન થાય, તે પણ પોતાની કારકિર્દીમાં સફળતાની નવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે જો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો, કુંભ રાશિના લોકોને જીવનસાથી બનાવવા જોઈએ. કારણ કે આવા લોકો પોતાની પત્નીને રાણીની જેમ રાખે છે.