આ વાર્તા વાંચ્યા પછી તમે ક્યારેય તમારી ભગવાનની શ્રદ્ધા પર શંકા નહીં કરો. અંત સુધી વાંચજો!

પરંતુ શાસ્ત્રીજીએ શેઠને શાંત પાડ્યા. એમણે કહ્યું, “શેઠ, ગુસ્સો ન કરો. આ ચંપાબેન તો સાક્ષાત્ અન્નપૂર્ણા માનું સ્વરૂપ છે. એમણે બનાવેલું ભોજન આટલા બધા લોકોએ પેટ ભરીને ખાધું છે. એમની આ ભાવનાનો અનાદર ન કરાય. બેન, કથા પૂરી થયા પછી હું જરૂર તમારા ઘરે આવીશ.”

શાસ્ત્રીજીએ હા પાડી એટલે ચંપાબેનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. સાંજ પડતાં કથા પૂરી થઈ. ચંપાબેન શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં એક નદી આવી, જેમાં પાણીનો પ્રવાહ ઘણો જ તેજ હતો. શાસ્ત્રીજી તો ડરી ગયા, પણ ચંપાબેન તો કંઈ વિચાર્યા વગર, એમનો હાથ મજબૂત રીતે પકડી, ગાયત્રી મંત્રનો જાપ કરતાં કરતાં નદીમાં કૂદી પડ્યા.

શાસ્ત્રીજી તો ગભરાઈને બૂમ પાડી ઉઠ્યા, “અરે પાગલ! આ શું કરે છે? આટલા પાણીમાં આપણે ડૂબી જઈશું!”

પણ ચંપાબેન તો જાણે કોઈ પરવાહ જ ન હોય એમ નદી પાર કરી રહ્યા હતા. થોડી જ વારમાં તેઓ સામા કિનારે પહોંચી ગયા. શાસ્ત્રીજી હજુ પણ ગભરાયેલા હતા, પણ ચંપાબેનના ચહેરા પર શાંતિ અને દિવ્યતા હતી.

“અરે બાઈ,” શાસ્ત્રીજીએ ગુસ્સાથી કહ્યું, “આ શું મૂર્ખામી હતી? જો આપણે ડૂબી ગયા હોત તો?”

ત્યારે ચંપાબેને બહુ જ સરળતાથી જવાબ આપ્યો, “શાસ્ત્રીજી, તમે જ તો કહ્યું હતું ને કે એકાગ્રતાથી ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભવસાગર પાર થઈ જાય? મારે તો ખાલી આ નાની નદી જ પાર કરવાની હતી.”

આ વાત સાંભળીને શાસ્ત્રીજીની આંખોમાં પાણી આવી ગયા. એમને ચંપાબેનના ભોળાપન અને શ્રદ્ધા પર અદ્ભુત પ્રેમ થયો. તેઓ ચંપાબેનના પગમાં પડી ગયા અને કહ્યું, “બેન, ધન્ય છે તમારી શ્રદ્ધાને! અમે તો માત્ર શાસ્ત્ર વાંચીએ અને લોકોને સમજાવીએ છીએ, પણ તમારા જેવા ભોળા ભક્તોના હૃદયમાં તો સાક્ષાત પરમાત્મા બિરાજે છે. તમારી શ્રદ્ધા આગળ મારું જ્ઞાન પણ નાનું લાગે છે.”

ચંપાબેન તો કંઈ સમજી જ ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. શાસ્ત્રીજી ફરી એકવાર એમના પગે પડ્યા અને પછી ઊભા થઈને હસતા હસતા બોલ્યા, “ચાલો મા, હવે બહુ ભૂખ લાગી છે. તમારો પ્રસાદ ખવડાવો.”

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.