આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ...

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે.

પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

આ સોમેશ્વર નું પ્રાચીન મહાદેવનું મંદિર ની એક ખાસ બાબત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ ખોલવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે ખોલવામાં આવે છે. અને જણાવી દઈએ કે પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી વિભાગ ની હાજરીમાં જ મંદિર ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી મંદિરને બંધ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે આ ચમત્કારિક મંદિર પણ માની શકાય કારણ કે મંદિર બંધ હોય ત્યારે પણ આખા વર્ષ દરમિયાન ભક્તો અહીં આવતા જ રહે છે. મંદિરના દરવાજા ઉપ્પર તાળું લાગેલું હોવા છતાં ભક્તો દ્વારની બહાર થી જ બાબા સોમેશ્વર ની પૂજા કરે છે અને માનતા પણ રાખતા હોય છે. માનતા માનતી વખતે આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર પવિત્ર દોરો અથવા કપડું બાંધતા હોય છે. જેને માનતા પુરી થાય ત્યાર પછી એ બાંધેલા કપડાને ખોલવા માટે આવવું પડે છે.

જણાવી દઈએ કે આ મંદિરને લઈને એક વાત ખૂબ જ પ્રચલિત છે કે અહીં શિવલિંગ ઉપર જ્યારે પણ સૂર્યની કિરણો પડે છે ત્યારે તે જાણે સોનાની જેમ ચમકી ઊઠે છે. એટલું જ નહીં શ્રાવણ મહિનામાં મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શિવલિંગના જલાભિષેક માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. એક લોખંડની જાડી લગાવીને ભગવાન શિવના દૂરથી દર્શન કરાવવામાં આવે છે અને પાઇપ દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવે છે.

શું તમે આ મંદિર વિશે જાણતા હતા કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો અને હર હર મહાદેવ પણ લખજો...

Read more

પિતાના ૬૦મા જન્મદિવસે દીકરાએ ૫૦ હજારની ઘડિયાળ ગિફ્ટ કરી, પણ થોડા દિવસ પછી પિતાને ફરી જૂની ઘડિયાળ પહેરેલા જોઈને દીકરાએ...

વલ્લભભાઈના હાથમાં રહેલી સોય બહુ ધીમેથી હલતી હતી. તેમના ચશ્માના કાચ જાડા હતા. તેઓ ફાટેલા શર્ટના બટન ટાંકવા માટે મથી રહ્યા હતા. રૂમમાં સાવ શાંતિ હતી. માત્

By Just Gujju Things Team

ચાના માત્ર સાત રૂપિયા ચૂકવવાના પૈસા નહોતા એટલે યુવક નીચું જોઈને ઊભો રહ્યો, ત્યારે કિટલીવાળા કાકાએ જે કર્યું તે...

હર્ષદના હાથમાં રહેલી પાતળી સોય વારંવાર લપસી જતી હતી. તેના જૂના શર્ટનું છેલ્લું બટન તૂટી ગયું હતું અને તે તેને સાંધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઓરડામાં પંખા

By Just Gujju Things Team

પૌત્રે દાદાજીને આજના જમાનાનો નવો સ્માર્ટફોન ગિફ્ટ કર્યો, પણ ત્રીજા દિવસે દાદાજીએ ફોન બાજુ પર મૂકીને જે કહ્યું તે...

મગનકાકાના ધ્રૂજતા હાથમાં પિત્તળની એક જૂની નાની ડબ્બી હતી. તેમણે ખૂબ જ સાવચેતીથી તેમાંથી સોપારીનો એક મોટો ટુકડો કાઢ્યો અને જૂના લોખંડના સૂ

By Just Gujju Things Team

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળતાં જ દીકરો મમ્મીને પ્લેનની બિઝનેસ ક્લાસમાં દુબઈ લઈ ગયો, પણ પ્લેનમાં બેઠા પછી માતાએ જે કહ્યું તે...

મનસુખે સીટબેલ્ટના લોખંડી બકલને જોરથી ખેંચ્યું. સુમિત્રાના હાથ તેની સાડીના છેડાને મજબૂતીથી પકડી રાખતા હતા. પ્લેનની અંદરની ઠંડી હવા તેના ગળાને સ્

By Just Gujju Things Team