મેષ – માનસિક અશાંતિ જણાય. પરિવારજનોના સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. વેપારમાં તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આત્મવિશ્વાસ વધારેલો રાખવો. ધાર્મિક કાર્યો તરફ આગળ વધી શકો છો, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
વૃષભ- તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા અને માનસન્માન મળશે. વેપાર-ધંધામાં મુશ્કેલીઓ આવી શકે છે. સાવધાન રહો. ભેટ સ્વરૂપે કંઈક વસ્તુ મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મન ઉપર નેગેટિવ વિચારો ની અસર ન પડે તેનું ધ્યાન રાખો.