ચાણક્ય નીતિ: આવા 4 લોકો સાથે રહેવું મૃત્યુ સાથે રહેવા જેવુ છે, જાણો

ઘણી વખત આપણે ચાણક્યનીતિ સાંભળતા અથવા વાંચતા હોઈએ છીએ, એમાં ઘણી વખત માણસને એવું જાણવા મળતું હોય છે જે આ જિંદગી એ આપણને ક્યારેય શીખવ્યું હોતું નથી. આથી ચાણક્યનીતિ ની કોઈ વાત કરતું હોય અથવા તેના વિશે બને તેટલી જાણકારી રાખવી જોઈએ જેથી આપણે જિંદગીમાં સફળતા ની વધુ નજીક આવી શકીએ.

ચાણકય એ પોતાની નીતિઓમાં માણસોએ પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ તેનું ખુબ સારુ આલેખન કર્યુ છે. ચાણક્ય નીતિમાં રહેલા સુત્રોનું પાલન કરવામાં આવે તો કોઈ પણ માણસ ને સફળતા અચુક મળે છે, પરંતુ સાથે સાથે એ સફળતા ને ટકાવવા માટે પણ તેનું પાલન કરવું જોઈએ, કહાં કે સફળતા મળ્યા પછી જો પણ કંઈ ભુલ થાય તો, તે સફળતા પણ જતી રહેવાની શક્યતા રહે છે.

એવી જ રીતના આચાર્ય ચાણક્ય એ જણાવ્યું છે કે આવા લોકો સાથે રહેવું તે મૃત્યુ સમાન છે, આવું શું કામ અને શું કારણ છે તે જાણીએ.

આચાર્ય ચાણક્ય અનુસાર દુષ્ટ સ્ત્રી સાથે ક્યારેય જીવન વ્યતીત કરવું જોઈએ નહીં, કારણકે કોઈપણ દુષ્ટ સ્ત્રી તમારા જીવનમાં સુખ આવવા દેતી નથી. તમે હંમેશા તેના દુષ્ટ વિચારોથી પ્રભાવિત રહો છો અને આથી ક્યારેક તમને સફળતા પણ મળતી નથી. માટે વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈ દિવસ દુષ્ટ સ્ત્રી સાથે રહેવું જોઈએ નહીં.

જે મિત્ર ખોટો હોય તેની સાથે ક્યારેય રહેવું જોઈએ નહિ. ખોટો મિત્ર એટલે કે જે મિત્ર વારંવાર ખોટું બોલતો હોય તે. આવા લોકોની સાથે ન રહેવું જોઈએ કારણ કે ખોટું બોલવા વાળો મિત્ર પોતે પણ મુસીબતમાં ફસાઈ જાય છે અને સાથે સાથે લોકોને પણ ફસાવી દે છે. આથી જ ખોટા મિત્ર જોડે રહેવાનું થાય તો તમારે અપમાન નો સામનો પણ કરવો પડી શકે છે.

આચાર્ય ચાણક્ય મુજબ નોકર અને માલિક વચ્ચે સંબંધમાં હમેશા એક દૂરી હોવી જોઈએ. કારણકે ઘણી વખત અમુક નોકરને ખીજાવા થી તે તમારી સાથે વેર લઇ શકે છે. આથી આવા નોકરો ની સાથે રહેવું જોઈએ નહીં.

જો તમારા ઘરની આસપાસ ઝેરીલો સાપ હોય અથવા કોઈ સાપનો બીન હોય તો એની આજુબાજુ માં રહેવું જોઈએ નહીં. કારણકે આનાથી દુર્ઘટના ઘટી શકે છે અને સાથે પરિવારજનો પર અને ખાસ કરીને બાળકો પર ખતરો રહે છે.