શિયાળાની સ્પેશ્યલ વાનગી, અડદિયા પાક કઈ રીતે બનાવશો? જાણો રેસીપી

જેમ જેમ શિયાળો જામે તેમ તેમ શિયાળાની સ્પેશ્યલ વાનગી ખાવાની મજા કંઇક ઓર જ હોય છે. શિયાળામાં સૌથી વધુ ખવાતી મીઠાઈ ની વાત કરીએ તો એમાં અડદિયા પાક નું નામ પણ આવે કારણકે લગભગ દરેક લોકોને અડદિયા ભાવતા હોય છે. અને શિયાળામાં દરેક લોકો અડદિયા ખાવા ઈચ્છે છે.

પરંતુ ઘણી વખત આપણે અડદિયા કઈ રીતે બનાવવા તેના માટે કન્ફયુઝ થઈ જતા હોય છે કારણકે તેની અલગ અલગ ઘણી રીત છે. પરંતુ આજે આપણે પણ અડદિયા કઈ રીતે બનાવવા તેની રીત વિશે જણાવવાના છીએ, જેનાથી અડદિયા તો બનશે પરંતુ તમને એ ખાવાની ખૂબ મજા પડશે. અને આ રીત ખૂબ જ સહેલી પણ છે જેથી બનાવવામાં પણ કંઈ ખાસ સ્કીલ ની જરૂર નથી.

ચાલો તો સૌ પ્રથમ આપણે લિસ્ટ કરી લઈએ કે અડદીયા બનાવવા માટે ની સામગ્રી:

  • 1 કિલો જેટલો અડદનો લોટ
  • 900 ગ્રામ ઘી
  • 800 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ ડ્રાયફ્રુટ
  • 50 ગ્રામ અડદિયા નો મસાલો કે જે સરળતાથી બજારમાં મળી જાય છે.

તો ચાલો જાણીએ અડદિયા બનાવવાની રીત

સૌપ્રથમ અડદના લોટને ધાબુ આપવામાં આવે છે, એટલે કે આશરે એક કપમાં સમાંતર માત્રામાં દૂધ અને ઘી મિક્સ કરીને તેને એક વાસણમાં ગરમ કરી તેમાં અડદનો લોટ નાખીને મિશ્રણ કરવામાં આવે છે, ત્યાર પછી આ લોટને ચાળણીમાં ચાળીને રાખવામાં આવે છે, ઘણાને પ્રશ્ન થશે કે આ વસ્તુ શુ કામ કરવામાં આવે છે જણાવી દઈએ કે આવું કરવાથી અડદના લોટમાં કરકરું ટેક્સચર આવે છે જે અડદીયા માટે જરૂરી છે. અને આનો સ્વાદ ખુબ જ સરસ આવે છે.

ત્યારબાદ એક મોટા પાત્ર માં ઘી ગરમ કરી લો, જ્યારે થોડું ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં તૈયાર થયેલો લોટ નાખી દો, અને ધીમે ધીમે આ મિશ્રણને હલાવતા રહો. અહીં એ ખાસ ધ્યાન રાખવું કે જેવું તમે લોટ નાખો કે તેને સતત હલાવતા રહેવું. કારણ કે લોટ જેટલો વ્યવસ્થિત શેકાશે તેટલા જ વ્યવસ્થિત અડદિયા બનશે અને તે માણવાની પણ એટલી જ મજા આવશે.

હવે લોટ ને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી આ મિશ્રણનો કલર કોફી એટલે કે બ્રાઉન ન થઈ જાય, હવે કલર આવ્યા પછી તેમાં ડ્રાયફ્રૂટ નાખી દો. અને ફરીથી મિશ્રણને સતત હલાવતા રહો, થોડા સમય પછી ડ્રાયફ્રુટ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરી શકાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts