શિયાળાની સ્પેશ્યલ વાનગી, અડદિયા પાક કઈ રીતે બનાવશો? જાણો રેસીપી
હવે આ મિશ્રણને ઠંડું પડવા દો. એ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે સામગ્રી માં રહેલી ખાંડમાંથી ચાસણી બનાવવાનું શરૂ કરી દો. કુકિંગ રસીકોને ખબર હશે કે ચાસણી કેટલી વાર સુધી ગરમ કરવી પરંતુ જો ન ખબર હોય તો જણાવી દઈએ કે અડધિયામાં આપણે બે તારની ચાસણી નો ઉપયોગ કરીશું.
હવે જેવી ચાસણી તૈયાર થાય ત્યાર પછી તેને પેલા શેકેલા લોટમાં વ્યવસ્થિત રીતે મિશ્ર કરી નાખો. અને ત્યાર પછી તે મિશ્રણને એકદમ વ્યવસ્થિત રીતે હલાવી નાખો.
હવે આપણા અડદિયા આકાર લેવા માટે તૈયાર છે, એટલે કે તમે આ મિશ્રણને અડદિયાનો આકાર આપીને તૈયાર કરી શકો છો. અથવા તો પછી જો ગરમ લચકો ખાવાની મજા માણવી હોય તો અડદિયા નો આકાર આપ્યા સિવાય તમે ગરમ લચકા ની મજા માણી શકો છો.
જુઓ વિડિયો કે કઈ રીતે થાય છે આખી પ્રોસેસ…