એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાના ચીફ એ કર્યા ખુલાસા, જાણો શું કહ્યું
પુલવામા થયેલા આતંકી હુમલાના જવાબમાં અને ભારતમાં વધુ આવા આતંકી હુમલાનો ખતરો હોવાથી ભારતે એક નોન મિલેટ્રી એક્શન લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને એર સ્ટ્રાઇક કરી હતી.
26 ફેબ્રુઆરી વહેલી સવારે અંદાજે 3.30 વાગ્યે આ સ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આશરે 300 થી પણ વધુ ત્રાસવાદીઓને મારવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ સ્ટ્રાઇક કર્યા પછી મીડીયા બ્રીફિંગમાં સ્ટ્રાઈક વિશે જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેમાં આંકડા નો ખુલાસો થયો ન હતો. આજે એટલે કે 4 માર્ચે એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાનું મોટું બયાન સામે આવ્યું છે.
સોમવારે વાયુસેનાના ચીફ એ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે, “વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટ ને તોડી પાડવાનું હોય છે, અમે એ ગણતા નથી કે ત્યાં કેટલું નુકશાન થયું છે.” તેઓએ સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે અમને જે ટાર્ગેટ મળે છે માત્ર અમે એને તબાહ કરીએ છીએ.
તેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો અમારા ટારગેટ હિટ નથી થયા અને માત્ર જંગલમાં જ બોમ્બ પડ્યા છે તો પાકિસ્તાન તરફથી જવાબ શું કામ આવે? આ સિવાય તેને કહ્યું હતું કે કૅઝ્યુઅલીટી કેટલી થઈ છે તેનો જવાબ સરકાર જ આપી શકે.
આપણા લડાકુ વિમાન MIG-21 BISON નો ઉપયોગ કેમ કરવામાં આવ્યો તેના જવાબમાં તેને કહ્યું હતું કે MIG21 આપણું એક કારગર વિમાન છે. જેને અપડેટ કરવામાં આવ્યું છે અને આ વિમાન ની પાસે સારા રડાર પણ છે.