અમરસિંહના અવસાન ઉપર પરેશાન થયેલા બિગ બીએ ટ્વીટર પર આવી પ્રતિક્રિયા આપી, તેને ટ્વીટ થઈ વાયરલ
અમરસિંહ ઘણા દિવસોથી બીમાર હતા અને તેઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેઓ લગભગ પાછલા દોઢ મહિના જેટલા સમયગાળાથી આઈસીયુમાં હતા. ગઈકાલે તેઓએ ટ્વિટ કરીને બધા લોકોને ઇદની શુભકામનાઓ પણ આપી હતી.
જણાવી દઈએ કે રાજનીતિની સાથે સાથે ફિલ્મી સિતારો સાથે પોતાની નજીક તા ને કારણે તેઓ ઘણી વખત ચર્ચામાં પણ રહેતા હતા. ખાસ કરીને બચ્ચન પરિવાર સાથે એક સમય એવો હતો જ્યારે અમરસિંહ અને બચ્ચન નો પરિવાર ખુબ જ નજીક માનવામાં આવતો હતો.
અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચનને પણ રાજનીતિમાં તેઓ લઈને આવ્યા હતા. આ સિવાય અમરસિંહ નિધન થતા તેને સોશિયલ મીડિયા પર ઘણી શ્રદ્ધાંજલિઓ મળી હતી બોલીવુડ તેમજ રાજનીતિક હસ્તીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.