બજારમાં મળતી ઉધરસની સીરપ કરતા અનેકગણું પ્રભાવશાળી છે આ ડ્રીંક
જ્યારે પણ આપણે વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા અથવા આપણને તાવ શરદી ઉધરસ કે કંઈ થાય ત્યારે આપણે તરત કોઈ દવા અથવા સીરપ લઈ લઈએ છીએ. જેનાથી આપણને ફેર પણ પડી જાય છે. પરંતુ કોઈ વખત ફેર પડવા માં વધારે વાર પણ લાગી શકે છે, જ્યારે આપણી પાસે અત્યારે એક ઘરેલું નુસખો છે જે સીરપ કરતા અનેક ગણો પ્રભાવશાળી છે.
હકીકતમાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અનાનસનો રસ ઘણા ગુણોથી ભરપૂર હોય છે. તેના ગુણ માં એન્જાઈમ બ્રોમેલેન,એન્ટિ-ઇન્ફ્લેમેટરી વગેરે જેવા ગુણો મળી આવે છે, જે આપણા શરીરમાં રહેલા જીવાણુંઓને નષ્ટ કરે છે.
આ સીવાય અનાનસના રસમાં મેંગેનીઝની પણ વધારે માત્રા હોવાથી હાડકા ની મજબૂતી માટે આ ડ્રીંક અહમ ભૂમિકા નિભાવી શકે છે.
કાર્બોહાઇડ્રેટને પચાવવામાં તે પણ મેંગેનીઝ કારગર સાબિત થાય છે, આ સિવાય મેંગેનીઝ કેલ્શિયમના પાચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ સિવાય બ્રોમેલેન માં સોજો ઘટાડવા ની શક્તિ છે, તેમજ ગઠિયા ને લગતી બીમારીઓમાં પણ સહાયક છે. આ સિદ્ધાંતને એક જર્મન ચિકિત્સકે સિદ્ધ કર્યો હતો.
બજારમાં પણ અનાનસનું જ્યુસ મળી રહેશે પરંતુ જો તમે તેને ઘરે બનાવો તો તે આપણા શરીર માટે વધુ ફાયદાકારક રહેશે.