અંદરથી આંતરડાની સફાઈ કરી દેશે, અને બીજા પણ છે આવા ફાયદાઓ
પેટ શરીરની એવી વસ્તુ છે, જેમાં કંઈ પણ ખામી સર્જાય તો તેની આખા શરીરમાં અસર પડે છે. જેમકે પેટમાં જ્યારે પેટ ચોખ્ખું ન આવે ત્યારે ઘણી વખત પેટ દુઃખે છે, આ સિવાય માણસને માનસિક શાંતિ મળતી નથી. પેટના રોગ થાય ત્યારે આખું શરીર જાણે દુખતુ હોય એવું મહેસુસ થાય છે. અને આપણા કાર્યમાં મન જ નથી લાગતું. કોઈ વખત પેટ ના કારણે કબજિયાત પણ થઈ જાય છે, અને અમુક વખતે આના જોખમ વધી પણ જતા હોય છે.
એમ કહીએ ટૂંકમાં કે પેટ આપણા શરીરનો મુખ્ય આધાર છે તો એમાં કંઈ જ ખોટું નથી. પેટમાં કંઇ પણ સમસ્યા હોય તો તેનું નિદાન કરાવી લેવું જોઈએ. કારણકે નિદાન સમયસર ન થાય તો આ જોખમ અનેક ગણું વધી શકે છે.
પેટ ના મહત્વ વિશે હવે તમને અંદાજો આવી ગયો હશે, આથી જ પેટ ને ચોખ્ખું રાખવું જોઈએ એ પણ તમને સમજ પડી હશે. સૌપ્રથમ પેટને બગડવા ન દઈએ એ તેની ચોખ્ખાઈ માટે નું સૌથી પ્રથમ પગલું છે. આ પછી ઘણા ઘરેલુ ઉપાય પણ છે જેનાથી પેટ ચોખ્ખું રહી શકે છે, પરંતુ આ ઉપાય દરરોજ કરવા જોઈએ નહીં. આપણે આને મહિનામાં બે વાર કરી શકીએ છીએ. અને પંદર દિવસ જેટલું અંતર રાખવું જોઈએ. ચાલો જાણીએ આ નુસખા વિશે
જરૂરી સામગ્રીઃ
*ત્રણથી પાંચ ગ્રામ ત્રિફળા નું ચુર્ણ
*એક ચમચી મધ
*એક ગ્લાસ ગરમ પાણી
બનાવવાની રીત
એક ચમચી મધ મા ત્રિફળા પાવડર નાખીને એક ગ્લાસ ગરમ પાણી સાથે મિક્સ કરી નાખો, તમારો નુસખો તૈયાર છે.
સેવન કઈ રીતે કરવું?
રાત્રે સુતા પહેલાં ઉપર કહ્યું તે રીત પ્રમાણે તૈયાર કરીને પી જાઓ. આવું કરવાથી તુરંત તમને ફાયદો જાણવા મળશે, કબજિયાતમાં પણ આરામ મળે છે અને પેટને લગતા રોગ સમાપ્ત થઈ શકે છે. એટલે કબજિયાતની સમસ્યા હોય કે પેટમાં સમસ્યા હોય તો આનું સેવન ફાયદો પહોંચાડી શકે છે. અને પેટને હલકુ રાખી શકાય છે.
આંતરડાની સફાઈ કઈ રીતે કરશો?
આતરડા ની સફાઇ પણ મહત્વપૂર્ણ અને જરૂરી છે. જો તમે ખોરાક ખાતા હો અને તે વ્યવસ્થિત પચતો ન હોય તો સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી જાઓ. આના સેવનથી પેટ પણ સાફ થઈ જશે, અને લીંબુ માં રહેલા તત્વો પેટ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ તે કામમાં આવી શકે છે.