Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ
ભારત અને પાકિસ્તાનની એક્સપ્રેસ માંથી નીકળી રહેલી ઇંટરનેશનલ ફ્લાઇટો પણ આ ઘટનાને પગલે તેના origin ઉપર અથવા અલ્ટરનેટ રૂટ અપનાવી રહી છે.
આ સાથે કદાચ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમૃતસરના એરપોર્ટને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે, અને તેના ફ્લાઇટ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આની જાણકારી ન્યુઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવી હતી.
અને પાકિસ્તાન તરફથી બધા એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ flight ઓપરેશન રોકી દેવામાં આવ્યા છે. એટલે કે હાલમાં પાકિસ્તાનમાં એક પણ flight ઉડી રહી નથી.
ભારતે આવું સુરક્ષાને લઈને કર્યું હોઈ શકે, અને જણાવી દઈએ કે ગઈકાલે કરેલી એર strike પછી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સીમા ઉલ્લંઘન કરીને ભારતમાં તેના લડાકુ વિમાનો ઘૂસ્યા હતા, પરંતુ વળતી કાર્યવાહી માં પાછી ફરતી વખતે ભારતીય વાયુ સેનાએ તેના એક વિમાન ઉડાડી દીધું હતું.
સાથે સાથે દેહરાદુન એરપોર્ટ માં પણ ફ્લાઇટ ઓપરેશનને ટેમ્પરરી સ્થગિત કરવામાં આવ્યા છે. અને અમૃતસર એરપોર્ટ ના ડાયરેક્ટર એ પણ જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણો માટે અમૃતસર એર સ્પેસ બંધ કરવામાં આવી છે. એક પણ કોમર્શિયલ ફ્લાઈટ આવી રહી નથી. અને હવે એક પણ ફ્લાઇટ ઉડી રહી પણ નથી.
AP Acharya, Amritsar Airport Director: Due to operational reasons the airspace at Amritsar has been closed for now. No commercial flights are coming to Amritsar, there is no base here, so flights are not even taking off from here. pic.twitter.com/6rAbiDX7VL
— ANI (@ANI) February 27, 2019