જો તમે પણ તમારા બાળકો ને ચા આપતા હોવ તો આ વાંચી લો
દરેકના નાનપણમાં તેને તેના માતા-પિતા શરીરની કાળજી રહે એટલા માટે રોજ રાત્રે દૂધ નો ગ્લાસ પીવાનું કહેતા હોય છે, પરંતુ મોટાભાગના બાળકોને દૂધ પીવાનું બિલકુલ પસંદ હોતું નથી. કારણકે દૂધનો સ્વાદ બાળકને પસંદ હોતો નથી. ઘણી વખત આપણે દૂધમાં ચા ભેળવીને થોડું ચા દૂધ મિક્સ કરીને આપીએ છીએ, કે જેથી બાળક તેને પી જાય. પરંતુ દૂધમાં ચા મિક્સ કરવાથી દુધ ના બધા ફાયદાઓ નષ્ટ થઈ જાય છે. અને તદુપરાંત બાળકોને તેનો ફાયદો તો નથી થતો પરંતુ નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે પણ પોતાના બાળકોને ચા આપતા હોય તો આ વાંચી લેવું જરૂરી છે, કારણકે બાળકો ને ચા આપવાથી તેનો શારીરિક વિકાસ બરાબર થતો નથી. આજે આપણે ચા પીવા થી બાળકોને ક્યા અસર પડે છે તેના વિશે વધુ વિસ્તારમાં વાત કરવાના છીએ…
ઘણી વખત તમે દૂધ ન પીવે ત્યારે દરરોજ બાળકોને ચા આપો ત્યારે બાળકોને ધીમે ધીમે ચા પીવાની ટેવ પડવા માંડે છે. જણાવી દઈએ કે ચા માં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જે મગજમાં એક રીતના નશાની જેમ કામ કરે છે. અને જ્યારે કોઈના ની આદત પડી જાય ત્યારે તે છોડવવી મુશ્કેલ થઈ જાય છે.
આ સિવાય નાની ઉંમરમાં ચા પીએ ત્યારે સામાન્યપણે ઘણા નુકસાન થઈ શકે છે, તેમાંથી કોમન આડઅસરો વિશે વાંચો…
શરીર માટે કેલ્શિયમ કેટલું મહત્વનું છે તે જાણતા હશો, પરંતુ નાની ઉંમરમાં ચા પીવા થી બાળકો પર ચા ની અસર ખરાબ પડે છે. જેના કારણે બાળકોમાં કેલ્શિયમ ની ખામી પણ ઉદ્ભવી શકે છે, અને આ ખામીના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે.
ઘણી વખત તમે જોયું હશે કે બાળકોને નિંદ્રા ની સમસ્યા રહેતી હોય છે, આનું એક કારણ પણ ચા હોઈ શકે છે. કારણ કે ચામાં મૌજુદ કેફીન બાળકોમાં નિંદ્રા સબંધિત વિકાર પેદા કરી શકે છે. જેનાથી બાળકોની એકાગ્રતા અને સક્રિયતા પર અસર પડે છે.