જો તમે પણ તમારા બાળકો ને ચા આપતા હોવ તો આ વાંચી લો

દરેકના નાનપણમાં તેને તેના માતા-પિતા શરીરની કાળજી રહે એટલા માટે રોજ રાત્રે દૂધ નો ગ્લાસ પીવાનું કહેતા હોય છે, પરંતુ મોટાભાગના બાળકોને દૂધ પીવાનું બિલકુલ પસંદ હોતું નથી. કારણકે દૂધનો સ્વાદ બાળકને પસંદ હોતો નથી. ઘણી વખત આપણે દૂધમાં ચા ભેળવીને થોડું ચા દૂધ મિક્સ કરીને આપીએ છીએ, કે જેથી બાળક તેને પી જાય. પરંતુ દૂધમાં ચા મિક્સ કરવાથી દુધ ના બધા ફાયદાઓ નષ્ટ થઈ જાય છે. અને તદુપરાંત બાળકોને તેનો ફાયદો તો નથી થતો પરંતુ નુકસાન પહોંચાડી શકે છે.

જો તમે પણ પોતાના બાળકોને ચા આપતા હોય તો આ વાંચી લેવું જરૂરી છે, કારણકે બાળકો ને ચા આપવાથી તેનો શારીરિક વિકાસ બરાબર થતો નથી. આજે આપણે ચા પીવા થી બાળકોને ક્યા અસર પડે છે તેના વિશે વધુ વિસ્તારમાં વાત કરવાના છીએ…

ઘણી વખત તમે દૂધ ન પીવે ત્યારે દરરોજ બાળકોને ચા આપો ત્યારે બાળકોને ધીમે ધીમે ચા પીવાની ટેવ પડવા માંડે છે. જણાવી દઈએ કે ચા માં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જે મગજમાં એક રીતના નશાની જેમ કામ કરે છે. અને જ્યારે કોઈના ની આદત પડી જાય ત્યારે તે છોડવવી મુશ્કેલ થઈ જાય છે.

આ સિવાય નાની ઉંમરમાં ચા પીએ ત્યારે સામાન્યપણે ઘણા નુકસાન થઈ શકે છે, તેમાંથી કોમન આડઅસરો વિશે વાંચો…

શરીર માટે કેલ્શિયમ કેટલું મહત્વનું છે તે જાણતા હશો, પરંતુ નાની ઉંમરમાં ચા પીવા થી બાળકો પર ચા ની અસર ખરાબ પડે છે. જેના કારણે બાળકોમાં કેલ્શિયમ ની ખામી પણ ઉદ્ભવી શકે છે, અને આ ખામીના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

ઘણી વખત તમે જોયું હશે કે બાળકોને નિંદ્રા ની સમસ્યા રહેતી હોય છે, આનું એક કારણ પણ ચા હોઈ શકે છે. કારણ કે ચામાં મૌજુદ કેફીન બાળકોમાં નિંદ્રા સબંધિત વિકાર પેદા કરી શકે છે. જેનાથી બાળકોની એકાગ્રતા અને સક્રિયતા પર અસર પડે છે.

ઉપર જણાવ્યું તે પ્રમાણે બાળકોના વિકાસમાં અડચણરૂપ સાબિત થઇ શકે છે. એટલે કે બાળકોની લંબાઇ વધતી પણ અટકી શકે છે. સાથે સાથે બાળકોની માંસપેશીઓ પણ બરાબર શકતી નથી જેના કારણે બાળકો લંબાઇમાં નાના અને કમજોર પણ થઈ શકે છે.

ચા માં ખાંડ હોવાને કારણે બાળકોના દાંત પણ ખરાબ થઈ શકે છે અને આ પેટની સમસ્યાઓનુ કારણ પણ હોઈ શકે છે.

તમને કદાચ આ વાંચતા અજૂગતું લાગે પરંતુ ચા પીવાથી બાળકોના વ્યવહારમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. જેમ કે આનાથી તે કોઇપણ કામને સારી રીતે નથી કરી શકતા. આ સિવાય તેઓનો સ્વભાવ ચિડચિડો પણ થઈ શકે છે. અને આ સ્વભાવને કારણે તેને આગળ જતા સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ચા પીવાથી બાળકો ના હાડકા, દાંત વગેરે માં દુખાવો થઇ શકે છે. અને આગળ જતા આ દુખાવો બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આથી બાળકોને ચા પીવાનું ટાળવું જોઈએ.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team