બોલિવૂડની આ 4 ખૂબસૂરત અભિનેત્રી પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ

દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખરબો રૂપિયાના માલિક છે, અને તેઓ લગભગ દુનિયાની દરેક વસ્તુઓ ખરીદી શકવા માટે સક્ષમ છે, એ પછી મોટા મહેલ હોય કે મોંઘીદાટ ગાડીઓ. આ બધી વસ્તુ તેની પાસે હોય પણ છે અને તે ખરીદવામાં સક્ષમ પણ હોય છે. આપણા બોલિવૂડમાં પણ ઘણા એવા સિતારાઓ છે જેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. પરંતુ જો અભિનેત્રીઓની વાત કરીએ તો અમુક જ અભિનેત્રીઓ પાસે પ્રાઇવેટ જેટ છે. આજે આપણે એમાંથી 4 વિશે જણાવવાના છીએ જેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે.

પ્રિયંકા ચોપડા

ગયા વર્ષે જ બોલિવૂડના ઘણા એવા લગ્ન થયા જેમાં પ્રિયંકાના લગ્ન પણ સામેલ હતા. બોલિવૂડની આ દેશી ગર્લ અત્યારે તો હોલિવૂડમાં પણ ફિલ્મો કરી ચૂકી છે, અને હજુ પણ તે અટકી નથી. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાની એક ફિલ્મની ફી કરોડોમાં હોય છે. આથી સ્વાભાવિક છે કે તે કરોડપતિ તો હોવાની જ, પરંતુ જણાવી દઈએ કે સાથે-સાથે તેને એક પ્રાઈવેટ જેટ પણ ખરીદ્યું હતું. અને માત્ર પ્રાઇવેટ જેટ નહીં તેની પાસે વિદેશમાં પોતાનું ઘર પણ છે.

માધુરી દીક્ષિત

બોલિવૂડમાં લાંબા સમયગાળા સુધી રાજ કરવાવાળી આ માધુરી દીક્ષિત આજે પણ કરોડો લોકોના દિલમાં વસે છે. તેની પાસે કરોડો ચાહકોની સાથે કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ છે. એટલું જ નહીં તેને લગ્ન પછી બોલિવૂડ સાથે ભલે થોડી દૂરી બનાવી લીધી હોય, પરંતુ હાલમાં જ તે ફિલ્મોમાં જોવા મળે છે. તેમજ તે બીજી ફિલ્મ પણ વરુણ અને આલિયા સાથે કરી રહી છે. જણાવી દઈએ કે આ ધક ધક ગર્લ પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રીઓમાં જેનું નામ સામેલ થાય છે તે શિલ્પા શેટ્ટી ભલે બોલિવૂડથી તો હાલ દૂર છે પરંતુ તેની ખુબસુરતી અને તેના દેખાવમાં પહેલાં થી કોઈ બદલાવ નથી, તે હાલ પણ એટલી જ ખૂબસૂરત દેખાય છે. જણાવી દઈએ કે તેને પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. અને હાલ તો તેની પાસે પોતાની આઇપીએલ ટીમ પણ છે. તેમજ તેના પતિનો કારોબાર પણ ખૂબ મોટો છે. જણાવી દઈએ કે અભિનેત્રી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

સની લીયોની

બોલિવૂડમાં કદમ મૂકીને તહેલકો મચાવી દેનાર આ અભિનેત્રી એ બહુ જ ઓછા સમયમાં પોતાનું નામ બનાવી લીધું હતું. જણાવી દઇએ કે આ અભિનેત્રીની લાઇફ સ્ટાઇલ પણ બીજા સેલિબ્રિટીઓ કરતા જરા પણ ઓછી નથી. તેની પાસે બાંદ્રામાં આલિશાન ફ્લેટ તો છે પરંતુ સાથે સાથે તેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team