બોલિવૂડ દિગ્ગજોના આ 5 સંતાનો જે બનાવી ચૂક્યા છે લાખો લોકોના દિલમાં જગ્યા

બોલિવૂડમાં પોતાનું નામ બનાવવું તે આસાન હોતું નથી. ખાસ કરીને તમે જ્યારે કોઈ મોટા બોલિવૂડ કલાકાર ના દીકરા કે દીકરી હોઈ ત્યારે તમારા અભિનય ની અપેક્ષાઓ ખૂબ જ વધી જાય છે. અને જો એવામાં બોલીવુડ દિગ્ગજોના સંતાનો દર્શકોની અપેક્ષા માં ખરા ન ઊતરી શકે તો તેઓની કારકિર્દી લાંબા સમય સુધી ટકી શકતી નથી. અને તેને એક સ્ટાર કિડ્ઝ હોવા છતાં જોઇએ તેટલી સફળતા મળતી નથી.

આજે આપણે વાત કરવાના છીએ બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જે સ્ટાર કિડ્ઝ તો છે પરંતુ તેઓએ પોતાના અભિનયથી પોતાનું અલગ નામ બનાવ્યું છે, અને બોલિવૂડમાં તેને તેના પિતા ની ઓળખાણથી નહીં પરંતુ પોતાના નામથી જ ઓળખવામાં આવે છે. ચાલો જાણ્યા એવી અભિનેત્રીઓ વિશે

આલિયા ભટ્ટ

જણાવી દઈએ કે બહુ જ નાની ઉંમરમાં લાખો લોકોના દિલની ધડકન બની ચૂકેલી આલિયા ભટ્ટ એ પોતાની ખૂબસૂરતી અને પોતાના અભિનયથી લોકોને દીવાના બનાવ્યા છે. તમને લગભગ ખબર હશે પરંતુ ન ખબર હોય તો જણાવી દઈએ કે આલિયા ભટ્ટે મશહૂર ડાયરેક્ટર મહેશ ભટ્ટની પુત્રી છે. તેને બોલીવુડમાં પોતાના અભિનયના દમથી ઘણું મોટું નામ બનાવ્યું છે. અને આજે તેની ફિલ્મો લોકો જોવાનું પસંદ પણ કરે છે, હાલ પણ આ અભિનેત્રી ઘણી ફિલ્મોમાં આવવાની છે. કલંક, બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોમાં પણ તે દેખાશે.

સોનાક્ષી સિંહા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા એ સલમાનખાન ની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં પગલા રાખ્યા હતા, અને આ પહેલી ફિલ્મથી જ તેને એવી લોકપ્રિયતા મળી ગઈ હતી કે તેના લાખો ચાહકો બની ગયા હતા. ત્યાર પછી તેને તેના અભિનય કૌશલને કારણે ઘણી ફિલ્મોમાં કામ મળ્યું હતું અને તેની ઘણી બધી ફિલ્મો અને દર્શકોના દિલ જીત્યા હતા.

સારા અલી ખાન

હાલમાં જ એક ઉપર એક એમ બે ફિલ્મો આપીને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનારી સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અને આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ સમય પછી તેની બીજી ફિલ્મ રણવીર સિંહ સાથે સિમ્બા પણ આવી હતી. અને આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તેના અભિનયને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

શ્રદ્ધા કપૂર

મશહૂર અભિનેતા તરીકે પોતાની ઓળખાણ બનાવનારા શક્તિ કપૂર ની પુત્રી શ્રદ્ધા કપૂર ખૂબસૂરત હોવાની સાથે અભિનય ક્ષેત્રે પણ પોતાનું અલગ નામ બનાવી ચૂકી છે. તેને પોતાની દરેક ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે પોતાના અભિનય ને બતાવ્યો છે, જેને દર્શકોએ પણ પસંદ કર્યો છે. થોડા સમય પહેલા તેની રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી ને પણ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી, અને બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ધમાલ મચાવી હતી.

સોનમ કપૂર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક અનિલ કપૂર ને પુત્રી સોનમ કપૂરે પણ બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મો આપીને પોતાની અલગ ઓળખાણ ઊભી કરી છે. પોતાની અભિનય કડા અને ખૂબસૂરતીથી લોકપ્રિય થઇ ચુકેલી અભિનેત્રી બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને થોડા સમય પહેલાં જ તેણે લગ્ન પણ કરી લીધા હતા.

Image Source[s]: Instagram

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team