બટાકા ઘણું બધું વજન ઘટાડી શકે છે, માત્ર પાંચ દિવસ ખાઓ પછી…
દરેકના ઘરમાં બટાકા સાથે કોઈપણ શાક બનતું હશે, પરંતુ બટાકા તો હોય હોય ને હોય જ. કારણકે બટાકાને શાકભાજી નો રાજા પણ કહેવામાં આવે છે. અને તેનું કામ જ એ રીતનું છે કે કોઈપણ શાક સાથે ભેળવીને તેને ખાવાથી તેના સ્વાદમાં ઉમેરો થાય છે. અને દરેક લોકોને પછી એ નાનકડું બાળક હોય કે મોટો વ્યક્તિ પરંતુ બટાકા ભાવ એ જ છે. એ અલગ વાત છે કે બટાકા નું શાક થાય કે ફ્રેન્ચ ફ્રાઈસ પરંતુ અંતે તો બટાકા તેમાં આવે જ છે.
અને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં બટાકા સૌથી વધુ ખાવા વાળું શાક છે. અને ઘણા લોકો બટાકાનું એટલે નથી કરતા હોતા કે તે લોકોને એવું લાગે છે કે બટાકા નું સેવન કરવાથી વજન વધી જાય છે. પરંતુ આ વાત માં કેટલી સચ્ચાઇ છે તે આજે આપણે જાણીશું. જણાવી દઈએ કે અમુક રીતે અને અમુક કારણોસર બટાકા ખાવામાં આવે ત્યારે તે વજન વધારતા નથી પરંતુ ઘટાડે છે.
બટાકામાં ફાઇબર, વિટામીન, પોટેશિયમ, આયર્ન વગેરે જેવા ઘણા તત્વ હોય છે જે આપણી શરીરની સંરચના માટે ખૂબ જરૂરી છે. એક શોધ અનુસાર જાણવા મળ્યું છે કે બટાકા આધારિત ડાયટનું સેવન કરવામાં આવે તો પાંચ દિવસમાં જ ઘણા કિલો વજન ઘટાડી શકાય છે.