રક્ત સાફ કરવા માટે છે આ ઘરેલુ ઉપાયો, શરીરની ગંદકી બહાર નીકળી જશે
લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી ન શકે ત્યારે શરીરની અંદર રહેલાં લોહીમાં ભળી જાય છે. અને આ કારણે લોહી અશુદ્ધ હોવાને કારણે અનેક રોગ ઉત્પન્ન થવાના ચાન્સ રહે છે. આથી આપણા લોહીને સાફ રાખવું એ આપણા હાથમાં છે, તો આજે અમે રક્ત સાફ કરવા માટે થોડા ઘરેલૂ ઉપાયો જણાવવાના છીએ જેનાથી લોહી સાફ રાખી શકાય છે.
કાચા દૂધ ની લચ્છી પીવાથી લોહી શુદ્ધ થાય છે. કદાચ આ તમે સાંભળ્યું હશે, અને આમાં જો કોઈક વાર દૂધમાં મધ નાખીને પીવાય તો પણ ફાયદો રહે છે.
કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. એલોવેરાનો તાજો રસ તેમાં મધ ભેળવીને થોડો લીંબુનો રસ ભેળવીને સવારે અને સાંજે બે વખત પીવું જોઈએ. આની માત્રા 50 ગ્રામ એલોવેરા નો રસ, ૨૫ ગ્રામ મધ અને એક લીંબુનો રસ સવાર-સાંજ માટે સક્ષમ છે.
આમળા થી લોહીનું શુદ્ધિકરણ કરી શકાય છે. લોહીમાં રહેલી ગરમીને આમળા દૂર કરે છે, લોહીમાં રહેલી ગંદકીને પણ શુદ્ધ કરીને આપણું લોહી ચોખ્ખું બનાવે છે. આ સિવાય પણ આમળા ઘણા ફાયદાકારક છે. નવું લોહી પણ બનાવે છે.