ગઈકાલે થયેલા હુમલામાં આપણા 40થી પણ વધુ જવાન શહીદ થયા છે, ત્યારે દેશના દરેક લોકોમાં આક્રોશ અને દુઃખ બંને છે. અને દરેકને હવે બદલાની ભાવના છે.
એવામાં સીઆરપીએફના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પુલવામાં હુમલામાં થયેલા આપણા શહીદોને સલામ છે અને શહીદ ભાઈઓ ના પરિવાર ની સાથે ઊભા છીએ. અને આ જધન્ય હુમલા નો યોગ્ય બદલો લેવામાં આવશે.
આ હુમલાને ધ્યાનમાં લઈને દેશના દરેક લોકોએ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે. સામાન્ય માણસો થી લઈને રાજનૈતિક હસ્તીઓ, બોલિવૂડના સેલિબ્રિટીઓ દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે.

અને દરેક સામાન્ય માણસ પોતાની ઇચ્છા અત્યારે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યો છે.
પૃષ્ઠોઃ આગળ વાંચો