જીવનમાં આપણે ગમે તેટલા પૈસાદાર થઈ જઈએ પણ જો શરીર થી અસ્ત વ્યસ્ત હશુ તો જીંદગી જીવવાનો આનંદ પહેલા જેવો રહેતો નથી. આ વાત માનવી જ રહી. કેટલાય પૈસાદાર લોકોએ પણ કીધેલું છે કે સાચી સંપત્તી વેલ્થ નહીં હેલ્થ છે એટલે કે પૈસા નહીં પણ તંદુરસ્તી છે.
આજે આપણે વાત કરવાના છીએ એક ગંભીર રોગ વીશે. કોઈપણ અંગની માંસપેશીઓ જ્યારે સંપૂર્ણપણે કાર્ય ન કરી શકે ત્યારે તેને પેરેલિસિસ અથવા સામાન્ય ભાષામાં લકવો કહે છે. પરંતુ જો દર્દી હિંમત ન હારે તો આ રોગનો ઈલાજ શક્ય છે. પેરેલીસીસનો હુમલો ગમે ત્યારે આવી શકે છે. જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે. આનાથી બચવા સમયસર ઉપાય કરવો જરુરી છે.
પેરેલીસીસ એક ગંભીર બીમારી છે એ કહેવાની જરુર નથી કારણ કે લગભગ બધા જાણતા હશે. આ બિમારીથી કોઈપણ અંગ અથવા શરીરનો કોઈ ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. આ બિમારી મોટેભાગે ૫૦ વર્ષ થી મોટા વયના લોકો માં જોવા મળી શકે છે અથવા થવાનો ભય વધુ રહે છે.
પેરેલિસિસ ક્યા કારણોસર થાય છે?
જો શરીર નું કોઈ પણ અંગ વધારે સમય સુધી દબાયેલું રહે તો પણ પેરેલીસીસ થઈ શકે છે. હકીકતમાં કોઈ અંગ વધારે સમય સુધી રહે ત્યારે એ હિસ્સા પર લોહીનો પ્રવાહ ઠીક રીતે વહી નથી શકતો, જેના કારણે આપણું મગજ એ હિસ્સા પર રક્ત સંચાલનને રોકી દે છે. રક્ત સંચાલન બંધ થયા બાદ એ હિસ્સા પર તંત્રિકા તંત્ર પણ શૂન્ય થઈ જાય છે અને આપણ ને લકવાગ્રસ્ત જગ્યા પર ભાર ભાર મહેસુસ થવા લાગે છે.
જો વધારે પડતો એસીડીક તત્વો નું સેવન કરીએ તો એસીડ ની માત્રા વધી જાય છે. જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે.
અમુક વખતે વધારે સ્ટ્રેસ હોવાના કારણે પણ માથા ના ભાગમાં લોહી જામી જાય છે જેના કારણે પેરેલીસીસ થઈ શકે છે. આથી કોઈ પણ સંજોગમાં વધારે ચીંતા કરવી જોઈએ નહીં અને સ્ટ્રેસ લેવો જોઈએ નહી.
પેરેલીસીસ થયો તે કેમ જાણવું?
કોઈનું મોઢું વાંકુ ચુંકુ થઈ જવુ, આંખ નું વાંકુ થઈ જવુ કે પછી હાથ-પગ નું વાંકુચુકુ થવુ અથવા કોઈ શરીર ની એક સાઈડ આખી કામ કરવાનું બંધ કરી દે તો આ સામાન્ય રીતે પેરેલીસીસ ની ઓળખાણ છે.
પેરેલીસીસ થાય ત્યારે તરત જ કરો આ ઉપાય
કોઈ પણ દર્દી ને પેરેલીસીસ થાય ત્યારે એક ચમચી મધ માં 2 લસણ ભેળવીને તરત આપી દો. આનાથી પેરેલીસીસ થી છુટકારો મળી શકે છે.
કાળીજીરીના તેલ ની પેરેલાઈઝ્ડ જગ્યા પર માલીશ કરો.
પેરેલીસીસ નો રામબાણ ઈલાજઃ
પેરેલીસીસ થયેલ હોય તો એનો ઘરે ઈલાજ શક્ય છે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. જો શરીર અથવા શરીરના કોઈ પણ ભાગને જમણી બાજુથી લકવાગ્રસ્ત છે, તો તે માટે તે વ્રિહત વાતચિંતામણિ રસ લઈ લો. તે નાની ગોળીઓના સ્વરુપમાં (બાજરીના દાણા કરતાં થોડી મોટી) મળશે. શુદ્ધ મધ સાથે એક ગોળી સવારે અને એક સાંજે ઓર્ગેનીક મધ સાથે લઈ લો.
જો કોઈ ને ડાબી બાજુ લકવા હોય, તો તેને વીર-યોગન્દ્ર રસ ની સવારે મધ સાથે એક ગોળી લઈ લો. આ અને ઉપર જણાવેલ બંને ગોળી વૈદ્યનાથ ફાર્મસી માં મળશે.
તમને પ્રશ્ન થશે કે મધ સાથે કેવી રીતે ગોળી લેવી? એના માટે ગોળી એક ચમચીમાં મૂકો અને તેને બીજી ચમચી થી પીસી નાખો, જેના પછી મધને મિશ્રિત કરી લઈ લો.જ્યાં સુધી પીડિત તંદુરસ્ત ન થઈ જાય ત્યાં સુધી આ દવાઓ સતત ચાલુ રાખો.
પીડિતને પુષ્કળ માત્રામાં મિસી રોટી (ચણાના લોટની) અને શુદ્ધ ઘી(માખણ ન વાપરવું) નો ઉપયોગ કરવાનો છે. મધનો ઉપયોગ પણ સારામાં સારો રહેશે.
લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ.
પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.
લાખો લોકો માટે આ દવા જીવનદાતા બની શકે છે. ઘણા લોકો આ પ્રયોગ થી આજે તંદુરસ્ત જીવન જીવે છે.
આ એક પ્રયોગ લાખો લોકો ને કામ આવી શકે છે, આને બને તેટલો શેર કરજો.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.