આપણા ભારતીય કલ્ચર ની વાત કરીએ તો આપણે દરેકને ભોજનમાં છાશ કે દહીં કે કંઈ પ્રવાહી જોઈએ છીએ જે દરેકના ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ લેતાં જ હોઈએ છીએ. પરંતુ અમુક વખત આપણે અજાણતામાં એવી ભૂલ કરી બેસીએ છીએ જેના હિસાબ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આજે આપણે વાત કરવાના છીએ દહીં વિશે, તમે અને હું બન્ને દહીં ખાતા જ હોઈએ છીએ. દહીં ની તાસીર ઠંડી હોવાથી ઘણી વખતે આપણે તેનો ઉપયોગ ઘરેલુ ઉપચાર તરીકે પણ કરીએ છીએ. અને તેના પોષક તત્વો ની વાત કરીએ તો તેમાં ફાયદા પણ ઘણા રહેલા છે. પરંતુ આયુર્વેદની ભાષામાં દહીને જીવાણુઓનું ઘર કહે છે. દહીમાં નાના-નાના બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણને નરી આંખે દેખાતા નથી. પણ આ બેક્ટેરિયા આપણા શરીર માટે ફાયદાકારક હોય છે.
આપણે ઘણી વખત દહીમાં મીઠું ભેળવીને ખાતા હોઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે મીઠું ક્યારેય દહીમાં ઉમેરવું જોઇએ નહીં. દહી ને જો ખાવું જ હોય તો મીઠું ને પણ કંઈક ગળી વસ્તુ સાથે ખાવું જોઈએ જેમ કે ખાંડ અથવા ગોળ સાથે પણ ખાઈ શકાય.
ઉપર કહ્યું તે પ્રમાણે દહીમાં નાના નાના અસંખ્ય બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. જ્યારે દહીને કોઈ સાયન્ટિફિક રીતે નજીકથી જોવામાં આવે તો તેમાં આપણને દરેક બેક્ટેરિયા હાલતા ચાલતા એટલે કે જીવતા નજરે ચડે છે. આ બેક્ટેરિયા આપણા શરીર માટે સારા હોવાથી આ બેક્ટેરિયા જીવતા જ આપણા શરીરમાં જવા જોઈએ. કારણ કે આવું કરવાથી આ બેક્ટેરિયા આપણી અંદર રહેલી એન્ઝાઇમ સિસ્ટમને સારી રીતે ચલાવી શકે છે. અને શરીરમાં બીજા ફાયદાઓ પહોંચાડવાનું કામ કરે છે.
પરંતુ જ્યારે દહીમાં મીઠું નાખીએ છીએ ત્યારે ગણતરીની મિનિટોમાં દહીમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. અને એની લાશ માત્ર આપણા શરીરમાં અંદર પ્રવેશે છે જે આમ જોવા જઈએ તો કોઈ જ કામની નથી. અને આ રીતે દહીં ના બેક્ટેરિયલ ગુણ નષ્ટ થઈ જાય છે. કારણકે મીઠામાં રહેલાં કેમિકલ ને હિસાબે જીવાણુઓનું મૃત્યુ થાય છે.
આયુર્વેદમાં તો એમ પણ કહેવાયું છે કે દહીમાં એવી વસ્તુ મેળવવી જોઇએ જે અંદર રહેલા જીવાણુઓને વધારે, નહિ કે તેને મારે. આથી દઈને ગોળ સાથે પણ ખાઈ શકાય છે. ગોડ નાખતાં જ જીવાણુઓની સંખ્યા વધવા માંડે છે. અને ગોળ નાખ્યા પછી થોડા સમય રહીને એમનેમ રાખવું જોઈએ જેથી જીવાણુઓની સંખ્યા વધી જાય. જણાવી દઇએ કે સાકર અને દહી ખાવાથી પણ આ જ સેમ પ્રોસેસ થાય છે. આથી આજ પછી થી યાદ રાખવું કે દહીંમાં મીઠું એ દુશ્મન છે આથી કોઈ દિવસ મીઠું દહીમાં નાખવું નહીં.
આપણે રોજ આવી અવનવી જાણકારીઓ લેતા આવીએ છીએ, આથી પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ. તેમજ આ માહિતીઓ તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો. જેથી બને તેટલા લોકોને આ માહિતીઓ ની જાણ પડે.