Site icon Just Gujju Things Trending

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

તમે આપણા ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પરીક્ષા દેવા જતા હોય અથવા તો કંઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય ત્યારે વડીલો આપણને ઠોકીને કહે છે કે દહીં ખાઈને પછી શુભ શરૂઆત કરવી જોઈએ. આથી શાસ્ત્રોમાં તો દહીં મહત્વ છે જ પરંતુ આ સિવાયના કેટલા સ્વાસ્થ્ય મા પણ ફાયદા છે, સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે પરંતુ જે આપણા શરીર માટે દહીં સારું છે તેવી જ રીતે જો ખોટી રીતે અથવા ખોટા સમયે દહીં ખાવામાં આવે તો તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

જો કોઈ અસ્થમાના દર્દીઓએ અને શ્વાસની સમસ્યા થી પીડાતા હોય તો ડોક્ટરને પૂછ્યા વગર કે ડોક્ટરની સલાહ લીધા વગર નહીં ખાવું જોઈએ નહીં. કારણ કે આવા સંજોગોમાં દહીં ખાવાથી તકલીફ વધી શકે છે.

દહીં ખાવાથી અપચો કબજિયાત તેમજ ગેસ ની પ્રોબ્લેમ થતી હોય તેવા લોકોને ઘણો ફાયદો પહોંચે છે.

પરંતુ આ ફાયદાની સાથે જો સાંધામાં દુખાવો હોય કે પછી ત્વચા પર એલર્જી હોય તો દહીંનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આવા સમયે દહીં ખાવાથી તકલીફ વધી શકે છે અને નુકશાન થઇ શકે છે.

ઘણા લોકો રાત્રિના દહી ખાવાનું પસંદ કરે છે પરંતુ જણાવી દઈએ કે રાત્રિના દહીં ખાવું જોઈએ નહીં કારણ કે રાત્રિના દહીં ખાવાથી શરદી કફ અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આમ પણ આપણે વડીલોએ ઘણી વખત કહેતા હોય છે કે દહી બપોર પછી ખાવું જોઈએ નહીં.

આ સિવાય જો દહીં ખાઈને તરત સુવાની ટેવ હોય તો આ ટેવ ભારી પડી શકે છે અને આનાથી અપ ઓછો પણ થઇ શકે છે તેમજ ચરબી પણ વધે છે આથી આ ટેવ રાખવી જોઇએ નહી.

જો દહીં ને વધુ સમય પૂરતું હોય અને તે ખાટું થઈ ગયું હોય તો એનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે આનાથી ફૂડ પોઇઝનિંગ એસીડીટી તેમજ પેટમાં ખરાબી આવી શકે છે.

આ સિવાય દહીં ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવું જોઈએ કારણ કે દહીંમાં રહેલા બેક્ટેરિયા કે જે આપણા શરીર માટે લાભદાયી હોય છે તે ગરમ કરીએ ત્યારે બધા નાશ પામે છે જેથી દહી ખાવાના કોઈ અર્થ તેમ જ ફાયદો રહેતો નથી.

આ સિવાય દહીમાં મીઠું નાખીને પણ ન ખાવું જોઈએ, આના વિષે આપણે અને પહેલાના લેખમાં જણાવ્યું હતું કે શું કામ દહીમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version