દરરોજ નિયમિતપણે ખાઓ 10 ચેરી, પછી મળશે આવા બેશુમાર ફાયદાઓ
આજકાલ આપણી આજુબાજુમાં ઘણા લોકોને સાંધામાં દુખાવો એટલે કે હાથ પગ ના હાડકાઓમાં દુખાવો રહેતો હોય છે. તો આના માટે પણ દરરોજ ચેરી નું સેવન કરવાથી ફાયદો મળી શકે છે. જેથી હાડકા મા દુખાવાના કારણે હાડકા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઘટી જાય છે.
ચેરીમાં આયન, મેંગેનીઝ, ઝીંક, જેવા તત્ત્વો પણ રહેલાં છે કે જેઓ ખૂબ પૌષ્ટિક છે. અને સાથે સાથે બીટા-કેરોટિન પણ મોજૂદ હોવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ આ પ્રયોગ કરવાથી મદદ મળી શકે છે.
જણાવી દઈએ કે ચેરી માં મેલાટોનિન ની માત્રા ખૂબ પ્રમાણમાં હોય છે. જે અનિદ્રાની સમસ્યા ને દૂર ભગાવે છે. એટલે કે એનાથી છુટકારો અપાવવા માટે આ ફળ નો ફાયદો મળી શકે છે, આના માટે દરરોજ સવારે અને સાંજે એક ગ્લાસ ચેરી નો જ્યૂસ પીવાથી સારી નિંદર આવવા લાગે છે.