Site icon Just Gujju Things Trending

દીકરી તેના પપ્પા ને શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે? અચૂક વાંચજો

આપણે ત્યાં બધા લોકો એવું કહેતા હોય છે કે દીકરીને તેના પપ્પા વ્હાલા હોય તો દીકરાને તેની મા વ્હાલી હોય. અને પપ્પાને પણ દીકરા કરતાં દીકરી વધુ લાગણી હોય. માટે જ કદાચ ઘણા ભાઈઓ પોતાની વાત મનાવવા માટે પોતાની બહેન નો સહારો લેતા હોય છે કે જેનાથી કદાચ પપ્પા માની જાય. દીકરીની લાગણી અને માસૂમિયત જોઈને કોઈ પણ પિતા તેને ના પાડી શકતા નથી.

એટલે જ કદાચ કહેવાયું હશે કે લગ્ન પહેલા દીકરી જે માગે તે લઈ આપો સાહેબ, કારણ કે લગ્ન પછી તો તમે ગમે તેટલું આપશો તો પણ એ એમ જ કહેશે કે પપ્પા આની શું જરૂર હતી? વાત ખૂબ જ નાની છે પણ એટલી જ ઊંડી છે. ઘણી વખત લોકો પૂછતા હોય છે કે દીકરી તેના પપ્પાને જ શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે. એવું નથી કે તે બીજા કોઈને પ્રેમ નથી કરતી પરંતુ જ્યારે પપ્પાની વાત આવે તો તે આખી દુનિયા સાથે પણ લડવા તૈયાર થઇ જાય છે.

દીકરી જ્યારે પપ્પા ના ખોળામાં રમતી હોય ત્યારે પપ્પાને જાણે દુનિયાની બધી ખુશી મળી ગઈ હોય તેવો અહેસાસ થાય છે. કોઈપણ દીકરી સૌથી પ્રથમ હીરો તેના પપ્પાને જ માનતી હોય છે. કારણકે તેને લાગતું હોય છે કે જો દુનિયામાં તેની દરેક જીદ પૂરી કરી શકે તેવો માણસ હોય તો તે છે પપ્પા.

અને પપ્પા માટે પણ તેની દીકરી આખી દુનિયા જ હોય છે. દીકરી આવવાથી કોઈપણ બાપની જિંદગી બદલી જાય છે, પહેલા ગમે તેટલા કેરિંગ હોય પણ દીકરી આવવાથી તે વધુ કેરિંગ પણ બની જતા હોય છે. ઘરે આવ્યા પછી દીકરીને જો એક પળ માટે પણ તે નજર સામે ન જુવે તો તેને ફાળ પડે છે.

કોઈ પણ પિતા તેની દીકરીને સલાહ આપવામાં પાછળ હોતા નથી. પછી એ વાત ચાહે ગેમની હોય કે ભણવાની, પિતા જેટલું સમજતા હોય છે તેની સમજદારી પ્રમાણે તે દીકરીને દરેક જ્ઞાન આપવાની કોશિશ કરતા હોય છે. પપ્પાની પરી એ કદાચ અમથું તો નહીં જ કહેવાયું હોય કારણકે દરેક પિતા ઇચ્છતા હોય છે કે તેની દીકરી ખુલ્લા આકાશમાં આઝાદીથી ઉડી શકે.

ઘણી વખત દીકરી અમુક વાતો કોઈને કરી શકતી નથી, પરંતુ દીકરીનું પિતા સાથે નું બોન્ડીંગ એટલું મજબૂત હોય છે કે તે પિતાને કોઈ પણ વાત કરતાં અચકાતી નથી, તે તેની દરેક મૂંઝવણ પિતાને સમજાવી શકે છે.

કદાચ આ જ બધા કારણો હશે કે દીકરી અને પિતાના પ્રેમ કેટલો બની જાય છે, કે દીકરી તેના પપ્પાને સૌથી વધુ પ્રેમ કરતી હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version