Site icon Just Gujju Things Trending

એક નર્સ થી થઈ ભૂલ?, ડોક્ટરે કહી દીધુ એવું કે…

ઘણીવાર આપણી વાત સાચી હોવા છતાં આપણે સંકોચ અનુભવી એ છીએ અથવા કોઈના દબાણ હેઠળ એ વાતને રજૂ કરવાનું માંડી વાળીએ છીએ. જ્યારે પોતાની વાત પર અડગ રહેનાર વ્યક્તિ પોતાના અંતરના અવાજને ક્યારેય પણ વિવેક પૂર્વક રજુ કરવા માટે ખચકાટ અનુભવે નહીં. આ કિસ્સો વાંચશો એટલે તમને ઘણી પ્રેરણા મળશે.

એક જાણીતી હોસ્પિટલમાં ટ્રેનિંગ લઈ રહેલી એક નર્સ અને તેના ફરજના પહેલા જ દિવસે ઓપરેશન થિયેટરમાં ડ્યુટી આપવામાં આવી. તે દિવસે એક દર્દીના પેટનું ઓપરેશન કરવાનું હતું. ઓપરેશન દરમિયાન વપરાતી સાધન સામગ્રી ની ગણતરી ની ચોકસાઇ રાખવાની જવાબદારી આ નર્સ ને સોંપવામાં આવી.

ઓપરેશન પૂરું થયું, પેટ ઉપર ટાંકા લેવાની શરૂઆત કરવાની હતી, ત્યાં જ એ નર્સે ડોક્ટરને કહ્યું સર તમે માત્ર 11 જ રૂ ના પેલ ( ઓપરેશન વખતે લોહી સાફ કરવા માટે વપરાતા દવા મિશ્રિત પોતા ને પેલ કહેવામાં આવે છે) વાપરીને પાછા આપ્યા છે. ખરેખર તો આપણે બાર પોતા વાપર્યા છે. હજુ એક પોતું શોધવાનું બાકી છે.

પરંતુ ડોકટરે કહ્યું મેં તો બધા જ પોતા તને પાછા આપી દીધા છે. તારી કંઈક ભૂલ થતી હશે. તુ હજી નવી નવી છે, એટલે તારી જ ભૂલ થતી હશે.

નર્સે નમ્રતાથી કહ્યું ના સર, મારી ગણતરી બરાબર જ છે. મેં આપેલા 12 પોતાની સામે તમે મને 11 જ પાછા આપ્યા છે.

આથી ડોક્ટરે ખિજાઈને કહ્યું કે તું એમ કહેવા માંગે છે કે મારા જેવો સિનિયર ડોક્ટર ભૂલ કરી રહ્યો છે? ખોટી માથાકુટ ના કરીશ અને મને મારું કામ કરવા દે.

ત્યારે પેલી નર્સે વિનયપૂર્વક વાંધો ઉઠાવતાં કહ્યું માફ કરજો સર, તમારે આ રીતે ટાંકા લેવાનું શરૂ કરવું જોઈએ નહીં. આ દર્દીનો ખાસ વિચાર કરવો જોઈએ.

થોડીવાર પછી ખુશ થઈને ચહેરા પર સ્માઈલ સાથે પોતાનો પગ ઊંચો કરી પેલી નર્સ અને બારમું પોતું દેખાડતા કહ્યું અહીં અથવા બીજી કોઈ પણ હોસ્પિટલમાં તું જા તો તું તારું કામ બહુ સારી રીતે કરી શકીશ.

જ્યારે એ વાતની ખાત્રી જ હોય તે તમે સાચા છો તો તમને કોણ રોકી શકે? તો તમને આમાંથી કંઈ પ્રેરણા મળી હોય તો તમારા અંગત સાથે શેર કરજો.

~ રાજુ અંધારિયા

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version