27 ફેબ્રુઆરીએ શું થયું હતું? ઈન્ડિયન એરફોર્સે જણાવી હકીકત

૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ કરી દીધું હતું, જેમાં તે લોકો તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો અને ભારતીય સેનાએ પણ તેનો બરાબર નો જવાબ આપ્યો હતો.

૨૭ ફેબ્રુઆરીએ આપણા જાંબાઝ પાઇલોટ અભિનંદન ને પાકિસ્તાને તેની તરફ કસ્ટડીમાં લીધા હતા, અને ગઈકાલે તે વતન પાછા ફરી ચુક્યા છે. પરંતુ હકીકતમાં તે દિવસે શું થયું હતું, તેની હકીકત આજે ઈન્ડિયન એરફોર્સે ટ્વિટર પર જણાવી હતી.

ઈન્ડિયન એરફોર્સે ડાયરી ઓફ ઇવેન્ટ કરીને એક સિરીઝ મા ટ્વિટ કરી હતી, જેમાં પાંચ મિનિટમાં તે દિવસે થયેલી હકીકતો સાથે જણાવી હતી. ચાલો જાણીએ શું થયું હતું

૨૭ ફેબ્રુઆરીએ સવારે અંદાજે 10 વાગ્યે ઇન્ડિયન એરફોર્સના રડાર એ પાકિસ્તાન એરફોર્સના લડાકુ વિમાનો ના કાફલાને ભારતીય સીમામાં જાંગર તરફ આવતા ડિટેક્ટ કર્યા. આ પાકિસ્તાની વિમાનોએ વેસ્ટ રાજૌરી ના સુંદરબાની વિસ્તારમાં ભારતીય એર સ્પેસને તોડી હતી.

અંદર આવી રહેલા વિમાનો જુદાજુદા લેવલ ઉપર જણાયા હતા. ઇન્ડિયન એરફોર્સના પાયલોટને Mig-21Bison, Su-30MKI, Mirage-2000 વિમાનો સાથે અંદર ઘૂસી રહેલા પાક વિમાનોને રોકવા જણાવાયું હતું. પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ મિલેટ્રી ઇન્સ્ટોલેશન્સ ને ટાર્ગેટ કર્યા હતા, જેને ઇન્ડિયન એરફોર્સના ફાઇટર્સ એ પાયલોટે તેના પ્લાનમાં સફળ થવા દીધા ન હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts