ભુલથી પણ જમ્યા પછી ન કરતા આ 6 કામ, નહીં તો પાછળથી પછતાસો
આજકાલની આપણી આદતને લીધે આપણે બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ અને અમુક આદતોને સુધારવી જોઈએ. અમુક આદતોને કારણે આપણે રોગોનો શિકાર થઇ જઈએ છીએ જેને અટકાવવા તેમજ અગમચેતી રાખવા માટે ઘણી આદતો સુધારવાની જરૂર છે
આપણી જમવા પછીની અમુક ટેવો એ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી, આપણે આની પહેલા પણ જણાવેલું છે કે રાતના જમ્યા પછી અમુક કામ કરવાથી શરીરને ઘણો ફાયદો મળે છે પરંતુ સાથે સાથે અમુક કામ કરવાથી નુકશાન પણ મળે છે જે આપણે આજે આ લેખમાં વર્ણવવાના છીએ…
આપણામાંથી મોટાભાગના લોકોની વાત કરીએ તો તેઓ ને જમ્યા પછી સૂવાની આદત હોય છે જે આદત ખરેખર શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે ખાધા પછી તરત સૂવાથી ભોજન પચતું નથી. અને તેના કારણે ક્યારેક પેટના રોગો પણ થઈ શકે છે. તદ્દુપરાંત જો થોડા સમય બાદ ડાબા પડખે સૂઈને આરામ કરો તો તે શરીર માટે પાચનમાં ફાયદાકારક છે. કારણ કે ડાબા પડખે સુવાથી પાચન વધુ ઝડપે થાય છે.
જમ્યા પછી જો કોઈ ફળનું સેવન કરવામાં આવે તો તે પણ શરીર માટે જોખમી સાબિત થઇ શકે છે. કારણકે ઘણી વખત ફળ ખાવાથી એસિડિટી વધી જાય છે. અને ગેસની સમસ્યા થઈ શકે છે. આથી ફળ ખાવા માટે જમ્યા પછી નો સમય બરાબર નથી. પરંતુ જમ્યા પહેલા કલાક પહેલા અથવા જમ્યાના 2 કે અઢી કલાક પછી ફળ ખાઈ શકાય છે.