તમારા હૃદયને ફેલ કરી શકે છે આ રોજબરોજની આદતો, જાણો કઈ રીતે

આપણા બદલાઈ રહેલા જીવનમાં રોજ બરોજની અમુક એવી ટેવો હોય છે.જેના કારણે આપણા શરીરમાં નુકસાન થાય છે પરંતુ આપણે તેનાથી અજાણ હોઇએ છીએ આજે અમે એવી જ કેટલીક ખરાબ આદતો વિશે વાત કરવાના છીએ જેના કારણે આપણા શરીર પર જોખમ વધતું જાય છે તેમજ હૃદયરોગ થવાની શક્યતા રહે છે.

ઘણા સમય સુધી એકને એક જગ્યા પર બેસી રહેવું

7 થી 8 કલાક સુધી એક જ ડેસ્ક પર બેસીને કામ કરવા થી હૃદય પર ખરાબ અસર પડે છે. હૃદય હુમલોરોગ થવાના ચાન્સ પણ રહે છે. આથી આવું કરવાનું ટાળવું જોઈએ.

મોડેથી જમવું

આપણા બધાની બીઝી લાઇફમાં ત્યારે ખાવા માટે પણ સમય કાઢવો મુશ્કેલ છે. આથી કોઈ વખત જમવાનો ટાઈમ રહેતો નથી તેમજ જમવામાં મોડું થઈ જાય છે. પરંતુ આ કાયમ માટે મોડું થવું તે સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. આથી સમયસર જમી લેવું જોઈએ

વધારે પડતી કસરત કરવી

ઘણી વખતે આપણને કસરતના ફાયદા જાણવા મળવાથી એવો ઝનૂન ચડી જાય છે કે આપણે કસરત કરવા લાગીએ છીએ પરંતુ જરૂરિયાત કરતાં પણ વધારે કરીએ છીએ. જરૂરીયાત કરતા વધારે કસરત કરવી તે પણ હૃદયના ધબકારા વધારે છે આથી આ પણ હૃદય માટે જોખમ સાબિત થઈ શકે છે.

વિટામિન ડીની કમી ના કારણે

ઘણી જગ્યા પર સૂરજની રોશની સરખી મળી શકતી નથી, જેથી વિટામીન ડીની કમી થઈ શકે છે. જે પણ હૃદય માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

વધારે પડતો તણાવ/સ્ટ્રેસ

જ્યારે આપણા શરીરમાં વધારે પડતો તણાવ થાય ત્યારે હૃદય પર પણ તેની અસર પડે છે. આથી જેટલું બને તેટલું રિલેક્સ રહેવું જોઈએ. તેમ જ વધારે પડતો સ્ટ્રેસ લેવો જોઈએ નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts