“ચરિત્રહીન” – દરેક સ્ત્રી અને પુરુષ બે મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો
આથી બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને તે સ્ત્રી એ તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. અને ખૂબ જ ઝડપથી આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ, દરેક ગ્રામજનો અંદરો અંદર ઘણી વાતો ચિતો કરવા લાગ્યા. અને પછી એક નિર્ણય લીધો, તેઓએ બધા એકસાથે ભેગા થઈને બુદ્ધ પાસે ગયા અને આગ્રહ કર્યો કે તેઓ તે સ્ત્રી પર ભોજન કરવા માટે ન જાય, કારણકે તે સ્ત્રી ચરિત્રહીન છે.
આથી બુદ્ધે ગામના મુખીયા અને પૂછ્યું કે શું તમે પણ માનો છો કે આ સ્ત્રી ચરિત્રહીન છે? ત્યારે મુખીયા એ કહ્યું કે હું શપથ લઈને કહું છું કે તે ખરાબ ચરિત્ર વાળી સ્ત્રી છે. તમે તેના ઘરે ન જાઓ.
ત્યાર પછી બુદ્ધે મુખીયા નો ડાબો હાથ પકડ્યો અને તાળીઓ વગાડવા માટે કહ્યું.
મુખીયા એ કહ્યું કે હું એક હાથે તાળી ન વગાડી શકું કારણ કે મારો બીજો હાથ તમે પકડી લીધો છે. બુદ્ધે કહ્યું કે તો આ રીતે પેલી સ્ત્રી પોતે ચરિત્ર હીન કઈ રીતે હોઈ શકે? જ્યાં સુધી આ ગામના પુરુષ ચરિત્રહીન ન હોય. જો ગામડાના દરેક પુરુષો સારા હોત તો આ સ્ત્રી આવી હોત જ નહિ, આથી તેના ચરિત્ર માટે અહીંના પુરુષ જવાબદાર છે.
બુદ્ધ આટલું બોલ્યા પછી ત્યાંના દરેક પુરુષો શરમ ની લાગણી અનુભવવા લાગ્યા.
બોધ: કોઈપણ ના ચરિત્ર વિશે ટિપ્પણી કરતાં પહેલા આપણું ચરિત્ર પણ તપાસી લેવું જોઈએ, અને એક હાથે ક્યારે તાળી વાગતી નથી. તમને આ પ્રસંગ કેવો લાગ્યો તે નીચે કમેન્ટ માં અવશ્ય જણાવજો, અનેક બોધ આપતી આવી વાર્તા ઘણી વખત આપણા જીવનમાં ઊંડી અસર પાડે છે, જો તમે ઇચ્છતા હો કે અમે અવનવી વાર્તાઓ અને પ્રસંગો તમારા સુધી પહોંચાડીએ તો કોમેન્ટમાં જણાવજો, જેથી અમને બીજા નવા પ્રસંગો વાર્તાઓ શેર કરવાની પ્રેરણા મળે અને અમે તમારા માટે અવનવી જાણવા જેવી સ્ટોરી લાવતા રહીએ.