“ચરિત્રહીન” - દરેક સ્ત્રી અને પુરુષ બે મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો

આ વાત ખરેખર દરેક સ્ત્રી અને પુરુષ એ વાંચવા જેવી છે, અને દરેક લોકો જોડે શેર કરવા જેવી છે. અને આથી જ આ વાર્તા અહીં શેર કરી રહ્યા છીએ. છેલ્લે સુધી વાંચજો અને દરેક લોકો જોડે શેર કરજો એવી નમ્ર વિનંતી છે.

સંન્યાસ લીધા પછી ગૌતમબુદ્ધ એ અને ક્ષેત્રો ની યાત્રા કરી હતી. એક વખત તેઓ એક ગામડામાં ગયા હતા, જ્યાં એક એવો પ્રસંગ બની ગયો. જે આજે પણ ઘણા લોકોને બોધ આપતો રહ્યો છે.

ચાલો જાણીએ એ પ્રસંગ વિશે, એવું તે શું થયું કે એક નાનકડા ગામડામાં બનેલી આ ઘટના આટલી બધી પ્રખ્યાત થઈ ગઈ.

તેઓ ગામડામાં ગયા ત્યારે તેની પાસે એક સ્ત્રી આવી અને તેને કહ્યું કે તમે તો કોઈ રાજકુમાર લાગો છો. શું હું જાણી શકું કે આ યુવાવસ્થામાં તમે ગેરુવા વસ્ત્રો પહેરવાનું શું કારણ છે? આથી બુદ્ધે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા માટે તેઓએ સંન્યાસ લીધો છે.

આથી સ્ત્રી એ પૂછ્યું કે એ ક્યા 3 સવાલ છે?

બુદ્ધે કહ્યું કે આપણું આ શરીર જે અત્યારે યુવાન અને આકર્ષક છે. તે જલ્દી જ વૃદ્ધ થઈ જશે અને પછી બીમાર પડી જશે તેમજ અંતમાં મૃત્યુના મુખમાં ચાલી જશે. મારે વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુનું કારણ નુ જ્ઞાન પ્રાપ્ત કરવું છે.

આથી બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને તે સ્ત્રી એ તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. અને ખૂબ જ ઝડપથી આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ, દરેક ગ્રામજનો અંદરો અંદર ઘણી વાતો ચિતો કરવા લાગ્યા. અને પછી એક નિર્ણય લીધો, તેઓએ બધા એકસાથે ભેગા થઈને બુદ્ધ પાસે ગયા અને આગ્રહ કર્યો કે તેઓ તે સ્ત્રી પર ભોજન કરવા માટે ન જાય, કારણકે તે સ્ત્રી ચરિત્રહીન છે.

આથી બુદ્ધે ગામના મુખીયા અને પૂછ્યું કે શું તમે પણ માનો છો કે આ સ્ત્રી ચરિત્રહીન છે? ત્યારે મુખીયા એ કહ્યું કે હું શપથ લઈને કહું છું કે તે ખરાબ ચરિત્ર વાળી સ્ત્રી છે. તમે તેના ઘરે ન જાઓ.

ત્યાર પછી બુદ્ધે મુખીયા નો ડાબો હાથ પકડ્યો અને તાળીઓ વગાડવા માટે કહ્યું.

મુખીયા એ કહ્યું કે હું એક હાથે તાળી ન વગાડી શકું કારણ કે મારો બીજો હાથ તમે પકડી લીધો છે. બુદ્ધે કહ્યું કે તો આ રીતે પેલી સ્ત્રી પોતે ચરિત્ર હીન કઈ રીતે હોઈ શકે? જ્યાં સુધી આ ગામના પુરુષ ચરિત્રહીન ન હોય. જો ગામડાના દરેક પુરુષો સારા હોત તો આ સ્ત્રી આવી હોત જ નહિ, આથી તેના ચરિત્ર માટે અહીંના પુરુષ જવાબદાર છે.

બુદ્ધ આટલું બોલ્યા પછી ત્યાંના દરેક પુરુષો શરમ ની લાગણી અનુભવવા લાગ્યા.

બોધ: કોઈપણ ના ચરિત્ર વિશે ટિપ્પણી કરતાં પહેલા આપણું ચરિત્ર પણ તપાસી લેવું જોઈએ, અને એક હાથે ક્યારે તાળી વાગતી નથી. તમને આ પ્રસંગ કેવો લાગ્યો તે નીચે કમેન્ટ માં અવશ્ય જણાવજો, અનેક બોધ આપતી આવી વાર્તા ઘણી વખત આપણા જીવનમાં ઊંડી અસર પાડે છે, જો તમે ઇચ્છતા હો કે અમે અવનવી વાર્તાઓ અને પ્રસંગો તમારા સુધી પહોંચાડીએ તો કોમેન્ટમાં જણાવજો, જેથી અમને બીજા નવા પ્રસંગો વાર્તાઓ શેર કરવાની પ્રેરણા મળે અને અમે તમારા માટે અવનવી જાણવા જેવી સ્ટોરી લાવતા રહીએ.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team