Site icon Just Gujju Things Trending

શું તમે પણ ડ્રાયફ્રુટ્સ નું આ રીતે સેવન કરી રહ્યા છો? તો તેના કોઈ ફાયદા નથી

ઘણી વખત આપણે ઘરેલૂ નુસખાઓ અજમાવતા હોઈએ છીએ, પરંતુ સાચી ખબર ન હોવાને કારણે આપણે ઘણી વખત અજાણતામાં એવું કરી બેસીએ છીએ જેનો કોઈ આપણને ફાયદો મળતો નથી. પરંતુ આજે અમે જણાવવાના છીએ કે ડ્રાયફૂટ્સ અને કેવી રીતે ખાવા જોઈએ જેનાથી તેનો ભરપૂર ફાયદો મળી શકે.

બદામ વિશે આની પહેલા પણ લખ્યું છે કે બદામને પલાળીને ખાવી જોઈએ, કારણ કે તે વધુ ફાયદાકારક છે. ત્યાં સુધી કે અમુક લોકોનું માનવું છે કે બદામને જો પલાળીયા વગર ખાવામાં આવે તો તે મગફળી જેવી રહે છે. અને જણાવી દઈએ કે બદામને રાત્રે પલાળીને સવારે ખાવી જોઈએ અને જેટલી માત્રામાં બદામ હોય, તેમજ તેને ચાવી-ચાવીને ખાવી જોઈએ.

ખાસ કરીને બદામની વિસ્તારપૂર્વક વાત કરીએ તો તેના ઘણા બધા ફાયદાઓ છે, ચાલો જાણીએ તેના ફાયદા વિશે

શરીરના મેટાબોલિઝમમાટે પલાળેલી બદામ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકોને ખબર હોતી નથી પરંતુ બદામના ઘણા ફાયદાઓ છે જેનાથી આપણે બિલકુલ અજાણ છીએ.

ઘણા લોકોને લાગે છે કે બદામ ખાવાથી માત્ર મગજ તેજ થાય છે, પરંતુ ઉપર જણાવ્યા તે મુજબ તેના ઘણા ફાયદાઓ છે અને કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ સિવાય લોહીમાં રહેલી શુગરની માત્રાને નિયંત્રિત કરવા માટે બદામનો ઉપયોગ કરી શકાય છે. નિયમિત પણે તેનો ઉપયોગ કરવાથી ડાયાબીટીસ જેવી બિમારીઓ માંથી કાબુ રાખી શકાય છે.

બદામના તેલથી નાના બાળકોને માલિશ કરીએ તો તે ખૂબ લાભદાયી છે.

બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ આવે છે. જે આપણા શરીરમાં ભુખ ને રોકવા માટે કારગર સાબિત થઈ શકે છે, અને ભૂખ ઓછી લાગવી વજન પણ ઘટે છે.

પલાળેલી બદામ એન્ટિઓક્સિડન્ટ નો સારો સ્ત્રોત મનાય છે.

કાજુ ની વાત કરીએ તો આપણે કાજુ એમ નેમ ખાઈએ છીએ, અથવા પછી શેકેલા કાજુ ખાતા હોઈએ છીએ. કારણકે શેકેલા કાજુ ખાવાની મજા જ કંઈક ઓર છે. પરંતુ જણાવી દઈએ કે ૩ થી ૪ કરતા વધારે કાજુ ખાઈએ તો શરીર માટે જોખમી છે કારણ કે આનાથી બ્લડપ્રેશર વધે છે. કાજુ ને ગરમ માનવામાં આવે છે, પલાળીને ખાવા જોઈએ. જો 6 થી 7 કલાક જવા પલાળીને રાખો ત્યાર પછી તેનું સેવન કરી શકાય છે.

અખરોટ આપણે બધાએ ખાધા હશે, જણાવી દઇએ કે મોટાભાગના લોકો અખરોટને એમને એમ જ ખાતા હોય છે પરંતુ તેને પલાળી ને ખાવા થી અલગ જ ફાયદાઓ મળે છે.

આને પણ રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાદની સાથે તમને સ્વાસ્થ્યમાં પણ ફાયદાઓ મળે છે.

અખરોટ ની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ માટે અખરોટનું સેવન ફાયદાકારક છે. આનાથી બાળકોનું મગજ તેજ થાય છે. આ સિવાય બાળકો માટે પણ અખરોટ સારા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version